એલસીબીમાં તાલુકાના સરવૈયા મુકાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાએ 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં બદલીનો ઓર્ડર જારી કર્યો હતો. પીએસઆઇ ઓ. આઇ. સીદીક્ષય અગાઉ કેશોદ એરપોર્ટ સિક્યુરિટીનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેમાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે પીએસઆઇ ડી. કે. સરવૈયાને એલસીબી શાખાની કામગીરી ઉપરાંત પેરોલ ફર્લોનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
જયારે બદલીમાં ડી. કે. સરવૈયા જૂનાગઢ તાલુકા માંથી એલસીબીમાં મુકાયા, ડી. કે. ઝાલા એલસીબી લીવ રિઝર્વ, આર.એન.ઓડેદરા કેશોદ એરપોર્ટ, એમ. ડી. મકવાણા લીવ રિઝર્વ કેશોદ, ડી. સી. માઢક લીવ રિઝર્વ વંથલી, ડી. વી. બાલાસરા લીવ રિઝર્વ જૂનાગઢ તાલુકા, ડી. બી. જોષી લીવ રિઝર્વ એ ડિવિઝન, એમ. આર. ઝાલા લીવ રિઝર્વ બી ડિવિઝન જયારે બે પીઆઇમાં કે. એમ. પટેલ એલઆઈબી લીવ રિઝર્વ અને આર. એસ. પટેલ લીવ રિઝર્વ એલઆઈબી બદલી કરવામાં આવી છે.



