ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ શહેર પાસે વાડી વિસ્તારમાં જુગાર અખાડો ચાલતો હોવાની બાતમી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે.પટેલ તથા સ્ટાફને મળતા કેશોદની ટીબી હોસ્પિટલ સામે મામાદેવ મંદિર પાછળ વીરડી સીમ તરીકે ઓળખાતી મનુભાઇ કરમશીભાઇ કોટડીયાની વાડીમાં બહારથી બોલાવી જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે રેઇડ કરી હતી. જેમાં કુલ આઠ ઇસમો રોકડ રૂા.1,22,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.1,83,300 સાથે જુગાર અખાડો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.