એસપી હિમકરસિહનો રિપોર્ટ પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમઆ એક મહિલા અને 7 પુરુષ સહિત નવા 8 દર્દીનો સમાવેશ થાય છે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે હાલ શહેરમાં 40 દર્દી હોમ આઇસોલેટેડ છે આ વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેટ છે જિલ્લા પોલીસ વડાની તબિયત હાલ સ્વસ્થ છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, શરદી-ઉધરસ અને તાવની અસર થતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો પરંતુ તબિયત સ્થિત હોવાથી હોમ આઇસોલેટ થયો છું ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયો છું.