આ વર્ષે 1 ઓક્ટોબરથી દેશમાં મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેને જાણી લેવું તમારા માટે ખૂબજ જરૂરી છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર
- Advertisement -
RBIની સૂચના મુજબ કાર્ડ પેમેન્ટ માટે ટોકન સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તેના લાગુ થયા પછી વેપારીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ગ્રાહકોની કાર્ડ સાથે જોડાયેલી માહિતી પોતાની પાસે સ્ટોર કરી શકશે નહીં. તેનો હેતુ ઓનલાઈન બેંકિંગ ફ્રોડને અટકાવવાનો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન જરૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા નિયમો અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે 1 ઓક્ટોબરથી નોમિનેશનની માહિતી આપવી ફરજિયાત બનશે. આમ ન કરનાર રોકાણકારોને એક ઘોષણા ફોર્મ ભરવું પડશે અને નોમિનેશનની સુવિધાનો લાભ ન લેવાની જાહેરાત કરવી પડશે.
- Advertisement -
ટેક્સ પેયર્સ નહીં ઉઠાવી શકે અટલ પેન્શન યોજનાનો લાભ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. એટલે કે જે લોકોની આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. હાલના નિયમો અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. પછી ભલે તે આવકવેરો ભરે કે ન ભરે. આ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે.
ડીમેટ ખાતામાં ડબલ વેરિફિકેશન
માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ ડીમેટ ખાતાધારકોની સુરક્ષા માટે 1 ઓક્ટોબરથી ડબલ વેરિફિકેશનનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ડીમેટ ખાતા ધારકો ડબલ વેરિફિકેશન પછી જ લોગ-ઈન કરી શકશે.
બંધ થઈ જશે ફ્રી વીજળી
દિલ્હીમા ફ્રી વીજળીની સુવિધાનો લાભ ઉઠાવવાનો નિયમ હવે બદલાઈ ગયો છે. વીજળી બિલ પર દિલ્હી સરકાર તરફથી મળતી સબસિડી 30 સપ્ટેમ્બર બાદથી બંધ કરવામાં આવી છે. હવે સબસિડી માટે આપલે કરનાર ઉપભોક્તાઓને જ આ યોજનાનો લાભ મળશે. સીએમ અરવિંગ કેજરીવાલે અમુક દિવસો પહેલાઆ જ આ નવા નિયમની જાણકારી આપી હતી.
GRAP અને દિલ્હી સરકારનો વિન્ટર એક્શન પ્લાન
શિયાળો આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્થિતિમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુથી વાયુ પ્રદૂષણ સામે ચાલી રહેલા યુદ્ધના ભાગરૂપે દિલ્હી અને તેની આસપાસ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રદૂષણ વધારવામાં મદદરૂપ એવા તમામ કામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકો જ આવી શકશે. ઉદ્યોગો અને કારખાનાઓ બંધ રહેશે. બાંધકામ-ડિમોલિશન પર પણ પ્રતિબંધ રહેશે. જોકે હાઈવે, રોડ, ફ્લાયઓવર અને બ્રિજનું બાંધકામ ચાલુ રહેશે. તે સ્મોક જનરેટરથી લઈને તમારા વાહનો સુધીની દરેક વસ્તુને અસર કરશે.
બદલાઈ જશે આ ટ્રેનોનો સમય
જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. ભારતીય રેલ્વેએ આજથી એટલે કે 1લી ઓક્ટોબરથી ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેનો હવે તેમના નિર્ધારિત સમય પહેલા સ્ટેશનથી રવાના થશે. ટ્રેન નંબર 12412 અમૃતસર-ચંદીગઢ ઇન્ટરસિટી હવે સ્ટેશનથી 17:20ને બદલે 17:05 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 22918 હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ હવે 17:30ને બદલે 17:20 વાગ્યે 10 મિનિટ પહેલા ઉપડશે. તે જ સમયે, ટ્રેન નંબર 12912 હરિદ્વાર – વલસાડ એક્સપ્રેસ હવે 17:30 ને બદલે 17:20 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 12172 હરિદ્વાર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ 17:30ને બદલે 17:20 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 15002 દેહરાદૂન-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 15:20ને બદલે 15:15 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 15006 દેહરાદૂન-ગોરખપુર એક્સપ્રેસ 15:20ને બદલે 15:15 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 12018 દેહરાદૂન – નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ હવે 16:55 કલાકે ઉપડશે.ટ્રેન નંબર 15006 દેહરાદૂન-ગોરખપુર એક્સપ્રેસ 15:20ને બદલે 15:15 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 12018 દેહરાદૂન – નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ હવે 16:55 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 12402 દેહરાદૂન-કોટા નંદા દેવી એક્સપ્રેસ 22:50 ના બદલે 22:45 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 04339 બુલંદશહર – તિલક બ્રિજ શટલ હવે 05:40 ના બદલે 05:35 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 04356 બાલામૌ-લખનૌ એક્સપ્રેસ હવે 08:40 ને બદલે 08:35 પર દોડશે. 04327 સીતાપુર સિટી – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 11:00 ના બદલે 20 મિનિટ વહેલા 10:40 વાગ્યે ચાલશે.
5G સેવા લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઆજે ભારતમા 5G સેવાની શરૂઆત કરશે. સરકારી નિવેદન અનુસાર, વડાપ્રધાન આજથી માત્ર પસંદગીના શહેરોમાં જ 5G સેવાઓ શરૂ કરશે. આ પછી, આગામી કેટલાક વર્ષોમાં 5G સેવાનો સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં આવશે.