ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી રાજુલા શહેરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા યુનિટ માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા રાજુલા શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતેથી સંતો-મહંતોના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજુલા શહેરના મુખ્ય માર્ગો એસટી બસ સ્ટેશન, શહીદ ચોક, છતડીયા રોડ, સરસ્વતી સ્કૂલ, આર.કે. સાયન્સ સ્કૂલ થઇને છતડીયા ગામે પદયાત્રા પહોંચી હતી. અહીં વિધાથીરઓ દ્વારા પદયાત્રાનું સન્માન કરાયું હતું.
- Advertisement -
પદયાત્રામાં ખાસ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભાજપના આગેવાનો જોડાયા હતાં. છતડીયા ગામ થી હિડોરણા ગામ થઈને બાલક્રિષ્ના વિધાપીઠ ખાતે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. અને ઠેર-ઠેર પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અને વિવિધ સાંસ્કૃતિ કૃતિઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અને 8 કિલોમીટરની લાંબી પદયાત્રા યોજવામાં આવી હતી.
આ તકે રવુભાઈ ખુમાણ, વીરભદ્રભાઈ ડાભીયા, સાગરભાઈ ડાભીયા, રામકુભાઈ ડાભીયા, મનુભાઈ ધાખડા, જીગ્નેશભાઈ પટેલ, વનરાજભાઈ વરૂ, સાગરભાઈ સરવૈયા, મુકેશભાઈ ગુજરીયા, હરસુરભાઈ લાખણોત્રા, જીગ્નેશભાઈ ત્રિવેદી, તથા ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ તેમજ પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, મામલતદાર પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી તથા રાજુલા વહીવટી તંત્રની ટીમ, પોલીસ સ્ટાફ, વિવિધ સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકા ટીમ, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પદયાત્રામાં જોડાયા હતાં.



