જૂનાગઢ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઇ હથિયાર બતાવી ખૂની હુમલા મામલે પોલીસે ગત રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા તથા તેના સાત સાગરીતોની ધરપકડ કરી કાર તથા જીપ કબ્જે કરી હતી. પોલીસે આ આઠેય શખ્સોને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા આઠેય શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પુછપરછ દરમિયાન આ ટોળકીએ યુવાન સાથે ઝપાઝપી કર્યાની કેફીયત આપીહતી છતાં પોલીસ દ્વારા વિડીયો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે, આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં કબુલાત મળી છે કે, પીઠડીયા ટોલનાકાથી આગળ જતા ઝપાઝપી થઇ હતી જો કે, ગોંડલ પંથકમાં લઇ જઇ માર માર્યાનો કે નગ્ન કરી વિડીયો ઉતાર્યાનો ઇન્કાર કર્યો હતો. તેમજ છતા તેના મોબાઇલ ફોન કબ્જે કરી વિડીયો અંગે એફએસએલ મારફત તપાસ કરવામાં આવશે.