મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાના નામ સામે આવ્યા છે. આઠ ચિત્તાના નામ છે ઓબાન, ફ્રેડી, સવાનાહ, આશા, સિબલી, સાયસા અને સાશા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક માદા ચિત્તાને ‘આશા’ નામ આપવામાં આવ્યું છે. જો કે નામિબિયામાં અન્ય ચિત્તાના નામ આપવામા આવ્યા હતા.
નવું વાતાવરણ જોઇને ચિત્તામાં ગભરામણ
17 સપ્ટેમ્બરે આ ચિત્તાને નામીબિયાથી કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ખુદ એન્ક્લોઝરનો ગેટ ખોલીને તેમને આ જંગલમાં છોડ્યા હતા. પહેલા દિવસે ચિત્તા પોતાને નવા વાતાવરણમાં જોઈને થોડા ગભરાવાની સ્થિતિમાં હતા. પરંતુ તેનું વર્તન સામાન્ય અને સકારાત્મક લાગતું હતું.
- Advertisement -
ચિત્તાઓની સ્થિતિ સામાન્ય
ચિત્તા માટે જે ખાસ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે તે તેમાં ફરી રહ્યા છે અને જે સામાન્ય છે. ચિત્તાના તમામ મહત્વપૂર્ણ પેરામીટર સામાન્ય છે, તમામ 8 ચિત્તા આરામથી સૂઈ રહ્યા છે અને આસપાસ ફરી રહ્યા છે. ચીતાને ખાવા માટે તેમના માટે બનાવવામાં આવેલા વિશેષ એન્ક્લોઝરમાં માંસ આપવામાં આવી રહ્યું છે. હાલમાં, ઉદ્યાન વ્યવસ્થાપન ચિત્તાના આચરણઅને વર્તનથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે.
લગભગ 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તા જોવા મળશે
જંગલનો સૌથી સ્ફૂર્તિલો શિકારી… ઝડપનો રાજા ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામ્બિયાની સરકાર સાથે એક કરાર થયા છે… આ જ કરાર અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા 1952માં સત્તાવાર રીતે ચિત્તાને ભારતમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી વિશ્વના એક મોટા ભૂમિભાગ પર ચિત્તા જોવા ન મળ્યા. પરંતુ હવે સાત સાત દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતની ભૂમિ પર ફરી એ જ રફ્તાર, એવી જ લાંબી છલાંગ, અને મજબૂત પંજાથી પ્રહાર કરતો ચિત્તો જોવા મળશે.