પ્લાન,નોન પ્લાન,સુવિધાપથ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકામાં પ્લાન, નોન પ્લાન, સુવિધાપથ યોજના હેઠળ રૂપિયા 8.18 કરોડ મંજુર કરવામાં આવ્યાં છે. જૂનાગઢ તાલુકામાં વિકાસનાં કામોને વેગ મળશે. રાજય સરકાર દ્વારા જૂનાગઢ તાલુકાનાં વિકાસ કામો માટે રૂપિયા 8.18 કરોડ મંજુર કરવામાં આવ્યાં છે. આ અંગે મનોજભાઇ જોષીએ જણાવ્યું હતું કે,ધારાસભ્ય ભીખાભાઇ જોષીની રજુઆતનાં પગલે જૂનાગઢ તાલુકામાં વિવિધ કામને મંજુરી આપવામાં આવી છે. જેમાં ડુંગરપુર-સંધાનાથ વિજાપુર રોડ, નેશનલ હાઇઇવે થી ગલીયાવાડા રોડ, રૂપાવટી કલાણા રોડ, મજેવડીથી વાડોદર રોડ, ખલીલપુરથી જૂનાગઢ રોડ, નેશનલ હાઇવેથી સરગવાડા રોડ, ઝાલણસર નવા થી ઝાલણસર પરબડી રોડ,ગોલાધારથી વાડોદર રોડ,જૂનાગઢ હાઇવેથી પાદરિયા રોડ,વાલસિમડી-વાણંદીયા-ઝાલણસર રોડ માટે રૂપિયા 8.18 કરોડ મંજુર કરવામાં આવ્યાં છે.



