N.C.C., N.S.S.,સપ્તધારા તથા સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટમાં 79મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિની ભાવના સાથે ભવ્ય રીતે ઉજવાયો. આ આયોજન N.C.C., N.S.S., સપ્તધારા અને સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી થઈ હતી, જેમાં કોલેજના વર્ગ-3 ના અધિકારી શ્રી મનોજભાઈ ચાવડાએ ધ્વજવંદન કર્યું. રાષ્ટ્રગાન બાદ ગ.ઈ.ઈ. ના કેડેટ્સે ભવ્ય પરેડ કરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી.ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, કવિતાઓ અને સંદેશો રજૂ કરી સૌને પ્રેરિત કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હંસા ગુજરીયાએ કર્યું હતું.કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.



