દેશમાં કોરોના વધતા કેસો સતત ચિંતામાં વધારો કરી રહ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે આજ રોજ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 797 નવા કેસો મળ્યા છે. જણાવી દઇએ કે, આ છેલ્લા 7 મહીનામાં એક દિવસમાં મળેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. આની સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 4091 થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 લોકોની મૃત્યુ થઇ ગઇ છે.
કોરોના નવા વેરિયન્ટથી ખતરો
જયારે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જીએન.1નો ખતરો વધીને સતત વધી રહ્યો છે. દેશમાં ગુરૂવાર સુધી જીએન.1થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 145 થઇ ગઇ છે. જીએન.1ના દર્દીઓનો આ આંકડો 21 નવેમ્બરથી લઇને 18 ડિસેમ્બરની વચ્ચે છે. આ પહેલા દેશમાં કોરોનાના 865 કેસો એક દિવસમાં 19 મેના રોજ નોંધવામાં આવ્યા હતા. ત્યાર પછી દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો હતો, પરંતુ 5 ડિસેમ્બર પછી ફરીથી કોરોનાના કેસ વધવાના શરૂ થઇ ગયા અને હવે ફરીથી આ ચિંતાજનક રૂપથી ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જે દર્દીઓના મોત થયા છે, તેમાંથી 2 કેરલા અને 1-1 મહારાષ્ટ્રના દ્રદી, બીજા પુડુચેરી અને તમિલનાડુમાંથી જોવા મળ્યા હતા.