ખાસ-ખબર સંવાદદાતા
મોરબી વિધાનસભા બેઠક ઉપરાંત વાંકાનેર અને ટંકારા એમ ત્રણેય બેઠકો પર ચૂંટણી તંત્ર લાંબા સમયથી વિવિધ તૈયારી કરી રહ્યું હતું અને તે પહેલા મતદાર યાદી અપડેટ કરવાથી લઈ મતદાન સમયે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તેમજ વિવીપેટ સહિતનાં ઈવીએમ તૈયાર કર્યા હતા ત્યારે મોરબી માળિયા બેઠક પર 299 બૂથ તૈયાર કરાશે અને દરેક પર બે બે બેલેટ યુનિટ મુકવામાં આવનાર છે તો બીજી તરફ તંત્ર પણ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેની તકેદારી રાખે છે.
અગાઉ આ બેઠકમાં સામાન્ય સ્થિતિને ધ્યાને લઈ 299 બુથ અને તેમાં રિઝર્વ મળી કુલ 374 નો અંદાજ લગાવાયો હતો તો સીયુ 359 જ્યારે વિવિપેટ 404 નો અંદાજ હતો જો કે આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ બસપા ઉપરાંત ચૂંટણી જંગમાં 13 અપક્ષ મળી કુલ 17 ઉમેદવાર મેદાને પડ્યા છે જેથી ઈવીએમમાં વધારો કરવાની જરૂર પડી છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં કુલ 299 બુથ છે જેના પર અગાઉ તંત્રએ બુથ અગાઉ 134 ટકાના વધારાના મળી 374 ઈવીએમનો અંદાજ લગાવ્યો હતો. ઉમેદવારની સંખ્યા 13 અને નોટા એમ કુલ 14 કોલમની જરૂર પડતાં તંત્ર દ્વારા એક બુથ પર 2 બેલેટ યુનિટ મુકવામાં આવશે એટલે કે 299 બુથ તેમજ 133 ટકાની ગણતરીએ 796 બેલેટ યુનિટ મુકવામાં આવશે. આ ઉપરાંત 398 કંટ્રોલ યુનિટના તેમજ 433 વિવિપેટ ફાળવવામાં આવશે.