સમગ્ર રાષ્ટ્ર 78મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યું છે ત્યારે દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સમાન ઉપલાની ધાર્મીક જગ્યાના મહંત ભીમબાપુ અને ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીના સંચાલક કોચ સાગર કટારીયા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડમીના 200 જેટલા યુવાનોએ ભારતની શાન સમાન તિરંગાને સલામી આપીને ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા સ્વાતંત્ર પર્વની સાથે ગણતંત્ર દિવસની અને વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી આ જ પ્રકારે દાતાર અને ગિરનાર તેમજ ભારતની ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થાનો પર કરવામાં આવી છે આ સિવાય ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો કરીને પણ પ્રદૂષણ મુક્ત પર્યાવરણ બને તે માટે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે.
ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે એકેડેમીના 200 જેટલા વિદ્યાર્થીઓ દાતાર પર્વત ઉપર જય ચડ્યા હતા અને જગ્યાના મંત્રી ભીમ બાપુના વરદ હસ્તે દેશના 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી અપાઇ હતી આ પ્રસંગે પૂજ્ય બાપુએ પધારેલા તમામ વિદ્યાર્થીઓને રક્ષા પોટલી બાંધી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને બધાએ જગ્યા ખાતે પ્રસાદ લીધો હતો.