ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
26મી જાન્યુઆરી એટલે કે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાનમંદિર અને શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ભરતભાઈ સોલંકી, આચાર્ય છાયાબેન, દેવાંશીબેન શેઠ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પણ સ્પીચ આપવામાં આવેલી હતી. જેમાં સિદ્ધપરા દર્શ, કાલાણી ભવ્ય, મકવાણા યશ્વી, બુચ આનંદ, મકવાણા પ્રિન્સી, સોયા દીપિકા વગેરે બાળકોએ રાષ્ટ્રભાવના વિશે જણાવ્યું હતું. પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, આચાર્ય છાયાબેને સર્વે વિદ્યાર્થી તથા શિક્ષણ ગણને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.