વન વિભાગની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
દેશ અને રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ પર કાર્યરત છે. ત્યારે વન મહોત્સવને જિલ્લા લેવલે ઉજવણી થાય અને તેના થકી લોકો પર્યાવરણનું જતન કરવા માટે જાગૃત બને તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લામાં વન મહોત્સવ કરવામાં આવે છે. લોકો વૃક્ષોનું મહત્વ સમજી શકે અને તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે. વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરી જેથી આપણે વાવેલું વૃક્ષ એક વટ વૃક્ષ બને અને આપણી આવનારી પેઢીને ફાયદાકારક થાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે. હાલમાં વધુ ગરમી પડી રહી છે અને ચોમાસામાં વરસાદ ઓછો અથવા જરૂરીયાત કરતા વધુ પડે તેવી પરિસ્થિતિનો સમગ્ર વિશ્વ અહેસાસ કરી રહ્યું છે. ત્યારે લોકો દ્વારા પોતાના પરિવારમાં આવતા યાદગાર પ્રસંગ જેવા કે જન્મદિવસ, લગ્ન કે કોઈ સારા કાર્ય માટે વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરાય. તેવા હેતુથી સુરેન્દ્રનગર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
- Advertisement -
ત્યારે આ કાર્યક્રમમાં લોકો પણ આગળ આવે તેવી અપીલ સાથે વન વિભાગના અધિકારી દ્વારા વૃક્ષનું મહત્વ તેમજ વન વિભાગની વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર જરૂરી છે. અને સુરેન્દ્રનગર જિલ્લાને અને રાજ્યને ગ્રીન ગુજરાત બનાવવા માટે લોકોનો સહકાર પણ ખુબજ જરૂરી છે. હાલમાં વિશ્વમાં જે ગ્લોબલની પરિસ્થિતિ છે. આપણી આવનારી પેઢીને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્યના વિવિધ જિલ્લામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. વૃક્ષ હોવાથી જમીનનું ધોવાણ અટકશે પર્યાવરણની જાળવણી કરી શકશે. રાજ્યના અન્ય જીલ્લા કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષની સંખ્યા ખૂબ ઓછી છે તે સંખ્યા વધે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ લોકોને કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા લોકોને વિના મૂલ્યે વુક્ષના છોડ આપવામાં આવ્યા હતા. સાથે જે લોકો પર્યાવરણને બચાવવા માટે કાર્ય કરતા હતા સાથે વૃક્ષોનું જતન કરતા લોકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ સાથે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જીલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી વરિષ્ઠ વન અધિકારી ર્ડા ગંગા શરણ સિંહ સહિત જીલ્લાનાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યક્રમના અંતે માહનુભાવો વૃક્ષા રોપણ કરી વધુ વૃક્ષો ઉછેર કરવા અપીલ કરાઇ હતી.