ખાસ ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-6)
(સન્ની વાઘેલા દ્વારા, સુરેન્દ્રનગર)
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થયેલા ભૂમિયાઓનો ડોળો કોલસા પર હમેશાં રહ્યો છે. પરંતુ કાળા કોલસાનો ગેરકાયદે ધંધો કરતા ભૂમાફિયા ચરિત્ર પણ કાળુ થઈ ચૂક્યું છે કારણ કે સરકારના પ્રતિબંધ છતાં ગેરકાયદે સુરંગો ખોદી તેમાંથી કાઢવામાં આવતો કોલસાની પ્રક્રિયા દરમિયાન અનેક મજૂરોના મોત અને ભૂમાફિયા પોતે પણ આતંકવાદી કોઈ કમ ન હોય તેમ એક્સપ્લોઝિવ દારૂખાનું તદ્દન ગેરકાયદે ઉપયોગ કરી કમાણી કરી રહ્યા છે. પ્રશાસનના પણ કેટલાક કર્મચારીઓ ભૂમાફિયાઓ વોટસઅપ ગ્રુપોમાં મેમાબર હોવાના લીધે તટસ્થ કામગીરી કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલા તો ભૂમાફિયા પોતાની તમામ સાધન સામગ્રી લઈને છનન થઈ ગયા હોય છે. ત્યારે ભૂમાફિયાઓ દર વર્ષે સાવ મફતમાં કોલસાની ચોરી કરી કારોડો રૂપિયા કમાણી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા પંથકમાં ચાલતી ગેરકાયદે કોલસાની ખાણોમાં 150 ફૂટ ઉંડી અને બાદમાં અંદરથી 200 ફૂટ જેટલી સુરંગ કરી કોલસો કાઢવામાં આવે છે. અહી માત્ર એક સુરંગની જો વાત કરવામાં આવે તો સુરંગનું ખોદકામ કર્યા બાદ તેમાંથી લગભગ 250 જેટલા ડમ્ફરો કોલસો કાઢવામાં આવે છે જે એક ડમ્ફરમાં આશરે 30 ટન જેટલો કોલસો ભરી બરોબર વેચાણ કરાય છે એટલે કે એક કોલસાની ગેરકાયદે ખાણ માંથી એક વર્ષ (સીઝન પૂર્ણ થાય) ત્યાં સુધીમાં 7,500 ટન કોલસો ચોરી કરી વેચી મારવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ જ્યારે આ 7,500 ટન કોલસો વેચાણ કરવાની કિંમતનો આંકડો સામે આવ્યો તે ખુબજ ચોંકાવનારો હતો. જેમાં હાલ આ કોલસાના પ્રતિ ટનના ભાવ ત્રણ હાજર રૂપિયાથી માંડીને પાચ હાજર રૂપિયા સુધીના છે.
જેથી 7500 ટન કોલસાનો ત્રણ હજાર રૂપિયા લેખે જો હિસાબ માંડવામાં આવે તો તેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. જેથી સ્પષ્ટ પણે એક કોલસાની સુરંગમાંથી દર વર્ષે સીઝન દરમિયાન બે કરોડથી પણ વધુનો કોલસો કાઢી ભૂમાફિયા વેચાણ કરતા હોય છે જેમાં અંદાજે એકાદ કરોડ સુધીનો ખર્ચ, મજૂરોના મોત બાદ પરિવારજનો સાથે સોદા કાર્યની રકમ, પ્રશાસનના હપ્તા અંને અન્ય ખર્ચ ગણવામાં આવે તો પણ વર્ષે ભૂમાફિયા મફતમાં કોલસો ચોરી કરી એકાદ કરોડની કમાણી કરતા હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ આ તો માત્ર એક તાલુકાના એક ગામની એક સુરંગ (કોલસાના ખાણ)ની વાત થઈ આ પ્રકારે અહી ત્રણ તાલુકાના અનેક ગામોમાં લગભગ બે હજારથી પણ વધુ ગેરકાયદે ખાણો ધમધમે છે જેથી દર વર્ષે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે કોલસાની કમાણીનો અંદાજ લગવવો પણ ખૂબ જ કઠીન છે. પરંતુ જે પ્રકારે પ્રશાસન અને રાજકીય પીઠબળ સાથે ધંધો કરી કરોડોની ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓ પર ખરેખર રાજ્ય સરકાર જ સકંજો કસી કોલસાની કમાણીનો તમામ હિસ્સો બહાર લાવે તો આવતા પાચ વર્ષમાં ગુજરાત જ નહિ પણ દેશનું દેવું પણ માફ થઈ જાય તે પ્રકારે સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનું અહી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે…(ક્રમશ)
દર વર્ષે રૂ.2.25 કરોડ કોલસાનું વેચાણ
- Advertisement -
એક સુરંગમાંથી 30 ટન કોલસો ભરેલા 250 ડમ્ફરમાં કુલ 7,500 ટન કોલસો બરોબર મોકલી દેવાય છે જેમાં કોલસાની બજાર આશરે ત્રણ હજાર રૂપિયાની કિંમત મુજબ દર વર્ષે 2.25 કરોડ રૂપિયાનો કોલસો વેચાણ થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પ્રકારે થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં બે હજારથી પણ વધુ ખાણો ધમધમે છે.
ભૂમાફિયાઓને એક સીઝનમાં એક કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો
એક ગેરકાયદે સુરંગમાંથી કાઢવામાં આવતા 7500 ટન કોલસાની કુલ કિંમત 2.25 કરોડમાંથી પ્રશાસનના અધિકારી કર્મચારીનો વહીવટ, મૃતક મજૂરોના પરિવારનો સોદો, સુરંગ બનાવવાં તથા અન્ય ખર્ચ સહિત એકાદ કરોડ રૂપિયાનો ખર્ચ ગણવામાં આવે તો પણ ભૂમાફિયાને એક સીઝનમાં એક કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો છે.