ડૉ. અભિષેક રાવલ અને ડૉ. વર્ષિત હાથીની ટીમે ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન સફળતાપૂર્વક કર્યું; દર્દી 24 કલાકમાં ચાલતા થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં 75 વર્ષીય એક મહિલા દર્દીને હૃદયના મુખ્ય વાલ્વમાં ગંભીર અટકાવ (એઓર્ટિક સ્ટેનોસિસ) ની સમસ્યા હોવા છતાં, ડો. અભિષેક રાવલ અને ડો. વર્ષિત હાથીની નિષ્ણાત ટીમે ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન (ઝઅટઈં) નામની અત્યાધુનિક નોન-સર્જિકલ પ્રોસિજર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયામાં છાતી કાપવાની જરૂર ન પડતા, નાની પાઇપ (કેથેટર) મારફતે નવો વાલ્વ મૂકવામાં આવ્યો હતો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો હોવા છતાં, દર્દીની સાજા થવાની પ્રક્રિયા ખૂબ ઝડપી રહી.
તેઓ પ્રોસિજરના માત્ર 24 કલાકમાં જ ચાલવા લાગ્યા અને બે દિવસમાં ઓપન-હાર્ટ સર્જરી કે વેન્ટિલેટર વગર સારી હાલતમાં ડિસ્ચાર્જ થઈ ગયા. ડો. અભિષેક રાવલે જણાવ્યું કે ઝઅટઈં જેવી આધુનિક ટેક્નિક વયસ્ક અને જોખમવાળા દર્દીઓ માટે ખૂબ જ સુરક્ષિત અને અસરકારક વિકલ્પ બની રહી છે.



