રૈયા રોડ પર વૈશાલીનગરમાં ડૉક્ટરના ઘરના તાળાં તોડી ચોરીનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટમાં ચોરીના વધતાં જતાં બનાવો વચ્ચે ફરી ચોરીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. રાજકોટની ભારતનગર સોસાયટીમાં રહેતા હિનાબેન ઉતમભાઈ પટેલ ઉ.35એ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 15 તારીખે કામ સબબ ઘરને તાળું મારી બપોરે એક વાગ્યે બહાર ગયા હતા સાંજે પાંચ વાગ્યે ઘરે આવ્યા ત્યારે જોતાં ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું
સમાન વેરવિખેર હોય અને કબાટમાંથી 60 હજાર રોકડ, એક મોબાઈલ અને ચાંદીના એક જોડી સાંકળા સહિત 75 હજારની મતા ચોરી થઈ ગયાનું જાણવા મળતા પીએસઆઈ જે એમ પરમારએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે વૈશાલીનગરમાં રહેતા ડોક્ટર નિરવભાઈ નીતિનભઇ લખતરિયાના બંધ મકાનના ગત 20 તારીખથી 22 તારીખ સુધીમાં તાળાં તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળતા આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.