જિલ્લાના 33,095 મતદારોના ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં કલેકટરે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મતદાર નોંધણી અધિકારી, ચૂંટણી અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સાથે કલેકટરશ્રી રચિત રાજે બેઠક યોજી જુદાજુદા માપદંડોના આધારે ઇલેક્શન સંબંધી કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સાથે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
- Advertisement -
જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નામ ઉમેરવા માટે 10,024, ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે 33,095, ચૂંટણી કાર્ડમાં નામ સરનામું વગેરે સુધારવા માટે 7859 અને મતદાર યાદીમાંથી નામ કમી કરવા અંગેની 3137 અરજીઓ નિયત નમૂનામાં આવી હતી. આ ઉપરાંત નવા મતદારોની નોંધણીના 7599ના લક્ષ્યાંક સામે (18 થી 19 વર્ષ) 7402 જેટલા નવા અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે.