ગુજરાત રાજ્યના યુવક – યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા ખડક ચઢાણ બેઝિક કોર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલ 42 યુવક-યુવતિઓ તથા સંત ગુરૂ ઘાસીદાસ સરકારી મહાવિદ્યાલય, કુરૂદ , છત્તિસગઢના કુલ 21 યુવક યુવતિઓ તથા રાજકોટ, જૂનાગઢ , ગિર સોમનાથ અને ભાવનગર જિલ્લા ના 11 સહિત કુલ 74 યુવક-યુવતિઓએ ભાગ લીધો હતો.



