“My Ration”એપનો 94 લાખથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં અન્ન સંતૃપ્તિકરણ અભિયાનનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશભરમાં 81 કરોડથી વધુ લોકોને લાભ મળી રહ્યો છે. સરકારે આ યોજના જાન્યુઆરી 2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવી છે. ગુજરાત સરકારે 2024માં રૂ. 7529 કરોડના ખર્ચે 21.91 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કર્યું છે.
ગુજરાતમાં 76.6 લાખ રેશનકાર્ડ ધારકો છે. આમાં 3.72 કરોડ લોકોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 33,583 ગંગાસ્વરૂપા બહેનોને લાભ મળશે. સાથે જ 37,671 નિરાધાર-વૃદ્ધ વ્યક્તિઓ અને 1,896 દિવ્યાંગજનો મળી કુલ 73,150 લાભાર્થીઓને યોજનાનો લાભ મળશે.
લોકોની સુવિધા માટે ’ખુ છફશિંજ્ઞક્ષ’ એપ શરૂ કરવામાં આવી છે. આ એપનો 94 લાખથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 536 વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આહાર, આવાસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.