વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતાથી પીડાતી આ પેઢી હાલ તો પોતાના માનસીક અને શારીરીક સ્વાસ્થ્યને વધુ મહત્વ આપી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં 1981 થી 1996 દરમ્યાન જન્મેલા 73 ટકા લોકોને લાગે છે કે તેમણે સેવા નિવૃતિ માટે પૂરતી નાણાકીય યોજના નથી બનાવી. વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતા અનુભવતી આ પેઢી હાલ કામ અને જીવનના સંતુલનની સાથે પોતાની માનસીક અને શારીરીક તબિયત પર વધુ મહત્વ આપી રહી છે. પર્યટન અને યાત્રાનો રોમાંચ તેમનાં જીવનના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે.પરિવાર અને શિક્ષણ માટે નાણાકીય સુરક્ષા પણ તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં છે.તેમાંથી 70 ટકા લોકો પરીવાર માટે સુરક્ષા ઈચ્છે છે આ લોકોની સેવા નિવૃતિ બાદની નાણાકીય જરૂરીયાતોનાં બારામાં જાણકારી હોવા છતાં તેમણે માન્યું કે તેમની પાસે લાંબા ગાળાની નાણાંકીય યોજના નથી આ ચોંકાવનારી વિગત કાંતાર અને બજાજ આલીયાંજ લાઈફ ઈન્ડિયાનાં લાઈફ ગોલ્સ પ્રીપેર્ડનેશ સર્વે 2023 માં બહાર આવી છે. બજાજ આલીયાંજ લાઈફ ઈુસ્યોરન્સના ચીફ માર્કેટીંગ ઓફીસર ચંદ્રમોહન મહેરાએ જણાવ્યુ હતું કે તે સર્વેક્ષણમાં 40 થી વધુ જીવન લક્ષ્ય રાખવામાં આવ્યા અને એ જાણવાની કોશીશ કરવામાં આવી કે ભારતીય આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ખુદને કેવી રીતે તૈયાર કરી રહ્યા છે.
- Advertisement -
વધી રહ્યો છે જીવન લક્ષ્યોનો વિસ્તાર: સર્વે અનુસાર આ પેઢી પાસે હવે સરેરાશ 12 જીવન લક્ષ્ય છે જે 2019 ના પાંચની તુલનામાં બે ગણા થઈ ગયા છે. તે ખાસ કરીને આ પેઢીની ઈચ્છાઓનાં વધતા વિસ્તારને દર્શાવે છે. આ પેઢીના 63 ટકા લોકોએ પોતાના જીવનનાં મુખ્ય લક્ષ્યોમાં શારીરીકસ્થ્ માનસીક સ્વાસ્થયને લાગ્યુ જે 2019 ના 33 ટકાની તુલનામાં બે ગણુ વધુ છે. તેમના માટે શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ રહેવુ મુખ્ય 10 લક્ષ્યો પૈકીનું એક છે.દર બેમાંથી એક વ્યકિતનું જીવન લક્ષ્ય તેમના સામાજીક વિસ્તારથી પ્રભાવીત છે. તેઓ માર્ગદર્શન માટે ઝડપથી પરીવાર વડીલો અને મિત્રો તરફ વલણ રાખે છે સોશ્યલ મિડિયા અને ઈન્ફલુઅર્સને પણ ફોલો કરી રહ્યા છે. અગ્રણી રીચર્સ ફર્મ કાંતારે આ સર્વે મહાનગરો સહીત 13 શહેરોમાં આયોજીત કર્યો હતો. તેમાં 22 થી 55 વર્ષના લોકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. તેમાં અડધા પગારદાર અડધા સ્વરોજગારવાળા હતા તેમને જીવનના મુખ્ય લક્ષ્યોને લઈને તેની તૈયારીને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા સર્વેમાં બદલાતી જીવન શૈલી અને આ પેઢીના વચ્ચેના સંબંધો શોધવાનો પ્રયાસ થયો હતો.
ભવિષ્યની સુરક્ષાને લઈને આજની પેઢીના મંતવ્યો
= 58 ટકા પાસે પરિવારની નાણાકીય સુરક્ષા માટે પર્યાપ્ત વ્યવસ્થા નથી
= 65 ટકા માટે જીવન લક્ષ્યો માટે વીમો સૌથી પસંદગીનો રોકાણ વિકલ્પ
= 48 ટકાને બાળકોના શિક્ષણમાં વિશેષજ્ઞોની સલાહની જરૂરત
– 59 ટકાને ઉચ્ચ શિક્ષણ યોજનામાં વિશેષજ્ઞોની સલાહની જરૂરત
– 60 ટકા પાસે પોતાના જીવનના લક્ષ્યો માટે પૂરતી નાણાકીય યોજના નથી
– 24 ટકા લોકો પોતાનું જીવન લક્ષ્ય નકકી કરવામાં સોશ્યલ મીડિયાથી પ્રેરીત રહ્યા