11 હજાર કરોડના બિઝનેસ મિક્સવાળી બેંક બન્યા બાદ સહિયારા પુરુષાર્થથી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરીશું : દિનેશભાઇ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 72મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાઈ હતી. સભામાં બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું કે, આપણી બેંક 11 હજાર કરોડના બિઝનેસ મિક્સવાળી બેંક બની છે. આ સિદ્ધિ સહિયારા પુરુષાર્થથી પ્રાપ્ત થઈ છે. આપ સહુના વિશ્વાસ અને સહકારથી અમે ટૂંક સમયમાં વધુ ને વધુ સિદ્ધિઓ મેળવીશું.
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્મો વર્ષ 2024-25ના આંકડાકીય અહેવાલ રજૂ કરતાં જણાવ્યું કે ડિપોઝીટ રૂ. 6,443 કરોડ, ધિરાણ રૂ. 4,214 કરોડ, ઓપરેટીંગ નફો રૂ. 145.81 કરોડ, કુલ સ્વભંડોળ રૂ. 878.09 કરોડ છે. સીડી રેશિયો 65% છે. પાંચમા વર્ષે સતત નેટ એનપીએ ઝીરો છે. યુપીઆઇ ટ્રાન્ઝેક્શન 3 કરોડથી વધુ અને આઇએમપીએસ ટ્રાન્ઝેક્શન 2 કરોડથી વધુ થયા છે.
સભાસદોને 18% ડિવિડન્ડ મંજૂર કરવામાં આવ્યું. કાર લોન યોજના હેઠળ રૂ. 93.42 કરોડનું ધિરાણ, સોના ધિરાણ રૂ. 646.01 કરોડ, હોમ લોન, જીએસટી સરોગેટ અને સોલાર ધિરાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. બેંકના 93.31% વ્યવહાર ડિજિટલ થઈ રહ્યા છે.
આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા : દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), સુરેન્દ્રભાઇ પટેલ (ડિરેક્ટર), અશોકભાઇ ગાંધી (ડિરેક્ટર), ચંદ્રેશભાઇ ધોળકીયા (ડિરેક્ટર), મંગેશજી જોષી (ડિરેક્ટર), માધવભાઇ દવે (ડિરેક્ટર), કીર્તિદાબેન જાદવ (ડિરેક્ટર), કલ્પેશભાઇ ગજ્જર (ડિરેક્ટર), ડો. નરશીભાઇ મેઘાણી (ડિરેક્ટર), હસમુખભાઇ હિંડોચા (ડિરેક્ટર), દેવાંગભાઇ માંકડ (ડિરેક્ટર), દિપકભાઇ બકરાણીયા (ડિરેક્ટર), વિક્રમસિંહ પરમાર (ડિરેક્ટર), નવીનભાઇ પટેલ (ડિરેક્ટર), લલિતભાઇ વોરા (ડિરેક્ટર), જ્યોતિબેન ભટ્ટ (ડિરેક્ટર), હસમુખભાઇ ચંદારાણા (ડિરેક્ટર), બ્રિજેશભાઇ મલકાણ (ડિરેક્ટર), ભૌમિકભાઇ શાહ (ડિરેક્ટર), ચિરાગભાઇ રાજકોટીયા (ડિરેક્ટર), શૈલેષભાઇ મકવાણા (કો-ઓપ્ટ ડિરેક્ટર), હરેશભાઇ ઠક્કર (કો-ઓપ્ટ ડિરેક્ટર), વિનોદ કુમાર શર્મા (સીઇઓ અને જનરલ મેનેજર)
બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી ઉપસ્થિત: કાર્તિકેયભાઇ પારેખ (ચેરમેન), શૈલેષભાઇ ઠાકર (સદસ્ય), જીમ્મીભાઇ દક્ષીણી (સદસ્ય), અર્જુનભાઇ શિંગાળા (સદસ્ય), હંસરાજભાઇ ગજેરા (સદસ્ય), વિજયભાઇ કોઠારી (સદસ્ય)
- Advertisement -
સભામાં વિશાળ સંખ્યામાં બેંકના ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સભાનો શુભારંભ ભારતમાતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને દીપ પ્રાગટ્યથી થયો હતો. આભાર દર્શન ચંદ્રેશભાઇ ધોળકીયો વ્યક્ત કર્યું હતું.



