દરિયાઇ મોજામાં તણાઈ આવ્યાનું અનુમાન
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.4
સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી ફરી વધુ એકવાર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે. એસ.ઓ.જીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામેના સમુદ્ર કિનારા પર 1 કિલો 442 ગ્રામ વજનના ચરસનું એક બિનવારસી પેકેટ મળી આવ્યું છે.
- Advertisement -
70 લાખ 72 હજારની કિંમતના ચરસના જથ્થા અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એસઓજી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પી.આઈ. જે.એન.ગઢવી, પી.એસ.આઈ. પી.જે. બાટવા સહિતની ટિમ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઇકાલે સવારે સોમનાથ મંદિરના પાછળના ભાગે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના સમુદ્ર કાંઠા પર SOG ના ASI દેવદાન કુંભારવડિયાના ધ્યાને બિનવારસી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું. ઉપરોક્ત અફઘાની ચરસની એક ગ્રામની કિંમત 5 હજાર લેખે 1442 ગ્રામની કુલ 72.70લાખ મુજબ થાય છે.
આ મામલે SOG દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતના યુવાધનને બરબાદ કરવા માટેના બદ ઈરાદાથી દરીયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ચરસનો જથ્થો લાવતી વખતે દરીયાઇ સુરક્ષા એજન્સીના ડરથી દરીયામાં ફેંકી દેતા દરીયાઈ પ્રવાહ સાથે દરીયાકાંઠે તણાઈ આવેલ હોવાથી જે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામે દરીયા કિનારે મળેલા ચરસ માદક પદાર્થ અંગે NDPS એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.