તસવીરોમાં 71મો રાષ્ટ્રીય પુરસ્કાર: શાહરૂખ ખાન, રાની મુખર્જીએ અભિનય પુરસ્કારો જીત્યા જ્યારે મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો.
અત્રે વિજ્ઞાન ભવનમાં ગઈકાલે સિનેમાની દુનિયાના સૌથી પ્રતિભાશાળી ચહેરાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 71 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાકારોને સન્માનીત કર્યા જેમણે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે.
- Advertisement -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાની મુખર્જીને તેનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપ્યો.

મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળે છે.
- Advertisement -

વિક્રાંત મેસીએ 12મી ફેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સ્વીકાર્યો.
ચાર દાયકાથી વધુ સમયથી બોલિવુડમાં કામ કરનાર શાહરૂખખાનને પહેલીવાર સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા
સર્વશ્રેષ્ઠ ફિલ્મઃ `12વી ફેલ’
નિર્દેશકઃવિધુ વિનોદ ચોપરા)
સર્વશ્રેષ્ઠ નિર્દેશકઃ સુદીપ્તો સેન,
`ધી કેરાલા સ્ટોરી’
સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મઃ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની’
સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મઃ `કથલ એ જેક ફ્રુટ મિસ્ટ્રી’
સર્વશ્રેષ્ઠ ગાયિકાઃ શિલ્પા રાવ
`જવાન’ના ગીત `ચેલૈયા’ માટે
કોરીયોગ્રાફીઃ વૈભવી મર્ચન્ટ, `રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની ગીત `ઢીંઢોરા બાજે’ માટે
સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકઃ જી.વી. પ્રકાશ (તમિલ ફિલ્મ `વાથી’
સર્વશ્રેષ્ઠ ગીતકારઃ કસારલા
શ્યામ (તેલુગુ ફિલ્મ બાલાગમ’ના ગીત `ઉટ્ટુ પુલ્લે તુટુ’ માટે
સર્વશ્રેષ્ઠ સંવાદ લેખકઃ દિપક કિંગરાની (હિન્દી ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ’
સર્વશ્રેષ્ઠ એડીટીંગઃ મલયાલમ ફિલ્મ `પુકકલમ’