હિમ દીપડા અંદાજે 107594 ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે
રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર લડાખમાં સૌથી વધુ 477 દીપડા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે સાથે હિમ દીપડાની સંખ્યા પણ વધીને 718 થઇ છે. ભારતમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા દીપડાની વસ્તી અંગે જાણકારી મેળવવા એક સમિતિ રચવામાં આવી હતી. સ્નો લેપર્ડ પોપ્યુલેશન એસેસમેંટ ઇન્ડિયા અનુસાર હિમ દીપડા અંદાજે 107594 ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે. જેમાં લડાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, સિકિકમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં વર્ષ 2019 થી 2023 સુધીના ડેટાનો સમાવેશ થાય છે. આ માટે કુલ 13450 કિમી વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જયારે અંદાજે 1971 સ્થાનો પર કેમેરા લગાવવામાં આવ્યા હતા. સ્નો દીપડાનો રહેવાસ અંદાજે 93392 ચોરસ કિમી વિસ્તારનો સમાવેશ થાય છે. જેનો ઉપસ્થિતિ વિસ્તાર 100841 ચોરસ કિમી માનવામાં આવે છે.રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર લડાખમાં 477, ઉત્તરાખંડમાં 124.હિમાચલપ્રદેશમાં 151, અરુણાચલપ્રદેશમાં 36 સિકિકમમાં 21 અને જમ્મુ કાશ્મીરમાં 9 સંખ્યા છે. આ ઉપરાંત સ્નો લેપર્ડ ટ્રસ્ટ અનુસાર 2 મિલિયન કિલોમીટર ચોરસ કિમી માનવામાં આવે છે. હિમ દીપડા અંગેની પ્રથમ વાર આ પ્રકારની અધિકૃત માહિતી બહાર પાડવામાં આવી છે. કેટલાક વન્ય નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ 3 થી 6 હજાર જેટલા હિમ દીપડા હોવાની શકયતા છે જેને આવરી શકાયા નથી.