રાજકોટમાં દોઢ દિવસમાં 1000 અરજદારો પરેશાન થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.
ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંયધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે.
રાજકોટના 25 સહિત રાજ્યભરના છઝઘ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે દોઢ દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાઇસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા 1,000થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમ ધક્કો થયો હતો. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્યું હતું. ગઈકાલે ટેક્નિકલ અધિકારીઓએ ગજ્ઞ કજ્ઞલશક્ષ ઉફુ અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને આજે માસ ઈકને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી જો કે હવે હડતાલ સમેટાઈ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે.
રાજકોટ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર એ. કે. ધાકિયાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કરી તેઓને કાયમી કરવા આ ઉપરાંત પ્રમોશન આપવાની સાથે અલગ અલગ નનામી અરજીઓને આધારે જે અધિકારીઓ સામે તપાસ કરવામાં આવેલી છે તે તપાસ પૂર્ણ કરી તેઓને પરત લેવા સહિતના મુદ્દાઓ પર અમારું આંદોલન શરૂ થયું હતું જોકે આજે અમારા મોટર વ્હીકલ ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે બેઠક થઈ હતી. જેમાં હકારાત્મક વલણ દાખવવામાં આવતા અમે આ હડતાલ સમેટી લઈએ છીએ. ગુજરાતભરના મોટર વાહન વિભાગના ટેક્નિકલ સ્ટાફના અધિકારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ મુદ્દે સચિવથી લઇને રાજ્યના આરટીઓ કમિશનર સુધી કેટલીય વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રોબેશન, બઢતી, અનિયમિત બદલીઓ, સાત દિવસ સુધી સતત નાઇટ ડ્યુટી જેવા વિવિધ મુદ્દે અધિકારીઓએ ઉકેલની માગણી કરી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી માગણીઓ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં અધિકારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જેનો ઉકેલ લાવવા અંતે સરકારે બાયંધરી આપતા વિરોધ પ્રદર્શન સમેટી લેવામાં આવ્યું છે.
- Advertisement -
ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર રહેલાં પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્યારબાદ આખા અઠવાડીયા દરમિયાન લગલગાટ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ 4 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી, 5 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન છેડયું હતું, જ્યારે 6ઠ્ઠીનાં રોજ સૂત્રોચ્ચાર અને ઘંટનાદ સહિતના કાર્યક્રમો કરીને વિરોધ વ્યક્તા કર્યો હતો. ત્યારબાદ 7મીએ જોબ ચાર્ટ મુજબ ફરજ દરમિયાન ’વર્ક ટુ રૂલ’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને 10 તારીખે નો લોગીન ડે અભિયાન હેઠળ કામગીરીથી અળગા રહ્યા હતા.