ખાસ-ખબર સંવાદદાતા
ઉનામાં ભાવનગર રોડ પર આવેલ અક્ષર જીનીંગ પાસે આદનાથ એજન્સી નામે આઇસર ટ્રેક્ટરના શોરૂમ અનિરૂધ્ધસિંહ વીરભલભાઇ મોરીનો આવેલ હોય તેમાં મોડી રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમ્યાન બુકાની ધારી તસ્કરો ત્રાટકયા હતા અને શોરૂમની દિવાલમાં આવેલી બારીનો કાચનો લોક તોડી બારીના સળીયા કાપી નાખી શોરૂમની અંદર તસ્કરોએ પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડ 70 હજારની ચોરી કરી હતી. આ સીવાય શોરૂમમાં નુકસાન પહોચાડી નાશી છુટ્યા હતા. તેમજ આજુબાજુમાં આવેલ અન્ય સોનાલીકા ટ્રેક્ટરનો શોરૂમ, બજાજ શોરૂમ, યામાહા, હિરો ઇલેક્ટ્રીક શોરૂમ તેમજ યાજપુર ગામે આવેલ વિષ્ણુ એન્ટરપ્રાઇઝ જેના માલીક પ્રશાંતભાઇ દિપકભાઇ મોરીની મીલમાંથી પણ રોકડ રકમની ચોરી થયેલ છે. તેમજ ટીવીએસ શોરૂમ સહીતના અલગ અલગ સાત જેટલા શોરૂમોમાં તસ્કરોએ બારી, સટ્ટર તોડી ગે.કા. અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી તથા શોરૂમોમાં તોડીફોડ કરી નાશી છુટ્યા હોય આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ હોય સીસીટીવીઆધારે પોલીસે તસ્કરોને ઝડપી પડવા ચક્રગતિમાન કરી તપાસ હાથ ધરી છે.
ઉનામાં તસ્કરોનો તરખાટ ટ્રેકટરનાં શોરૂમમાં 70 હજારી ચોરી
