સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું 59 મિનિટનું અભિભાષણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આજે 18મી લોકસભાના બજેટ સત્રનો પહેલો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં 59 મિનિટનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કુંભ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું- માનનીય સભ્યો આ સમયે મહાકુંભ પણ ચાલી રહ્યો છે. ત્યાં થયેલી દુર્ઘટના પર હું દુ:ખ વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું- 70+ વૃદ્ધોને આયુષ્માનનો લાભ મળ્યો, નાના વેપારીઓ માટે લોન મર્યાદા બમણી કરવામાં આવી. ઉપરાંત, 3 કરોડ નવા ઘરોનું લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.
સરકાર 3 ગણી વધુ ઝડપે કામ કરી રહી છે. આજે, દેશમાં મોટા નિર્ણયો અને નીતિઓનો અમલ અસાધારણ ગતિએ થઈ રહ્યો છે. મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહની બહાર મીડિયાને સંબોધિત કર્યું હતું. પીએમએ કહ્યું- આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલ રજૂ કરવામાં આવશે. આ સત્રમાં દરેક મહિલાને સન્માનજનક જીવન મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મ કરીશું. સત્રના બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 18મી લોકસભાનું પ્રથમ અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત આઠમું બજેટ હશે. 2 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી રજા રહેશે. આ પછી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર 3 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદી 6 ફેબ્રુઆરીએ જ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપી શકે છે. આજે દેશના વિકાસમાં બધાનો ફાળો છે અને તેથી આપણે દેશની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી રહ્યા છીએ. દલિત, વંચિત અને આદિવાસી સમુદાયોને તેનો લાભ મળી રહ્યો છે. અમે જે આદિવાસી સમાજની અવગણના થતી હતી, તેના કલ્યાણને પ્રાથમિકતા આપી છે. આદિવાસી બાળકોને 770થી વધુ એકલવ્ય શાળાઓમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 30 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી. 5 કરોડ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.
- Advertisement -
10 વર્ષમાં પહેલું સત્ર, જ્યારે વિદેશી ચિનગારી નથી લાગી: PM મોદી
પીએમએ કહ્યું કે કદાચ 2014 પછી સંસદનું આ પહેલું સત્ર છે જેમાં એક કે બે દિવસ પહેલા કોઈ વિદેશી ચિનગારી નથી લાગી. વિદેશથી આગ ભડકાવવાનો કોઈ પ્રયાસ થયો નથી. હું 2014થી જોઈ રહ્યો છું કે દરેક સત્ર પહેલાં લોકો પરેશાન કરવા માટે તૈયાર બેઠા હોય છે. અહીં તેમને હવા આપનારાની કોઈ કમી નથી. આ પહેલીવાર છે કે આવો કોઈ પ્રયાસ થયો નથી. આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલો પર ચર્ચા કરવામાં આવશે. ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. આપણે મહિલા શક્તિનું ગૌરવ સ્થાપિત કરવાનું છે. જ્યારે આજનો યુવા 45-50 વર્ષનો થશે, ત્યારે તે વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી બનશે. યુવા પેઢી માટે આ એક મહાન ભેટ બનવા જઈ રહી છે. જેઓ 1930 અને 1942માં સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. આખી યુવા પેઢી ખપી ગઈ હતી. 25 વર્ષ પછી આવેલી પેઢીને તેમના યોગદાનનું ફળ મળ્યું. દેશના લોકોએ મને ત્રીજી વખત આ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. હું વિશ્ર્વાસ સાથે કહી શકું છું કે 2047માં જે સ્વતંત્રતાનું 100મું વર્ષ હશે, વિકસિત ભારતનો સંકલ્પ આ બજેટ એક નવો વિશ્ર્વાસ પેદા કરશે. નવી ઉર્જા આપશે. બજેટ સત્ર પહેલાં મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું- હું મા લક્ષ્મીને પ્રણામ કરું છું. આવા પ્રસંગોએ આપણે સદીઓથી દેવી લક્ષ્મીની પૂજા કરતા આવ્યા છીએ. માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. સમૃદ્ધિ અને સુખાકારી પણ આપે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહે.