આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું. મંદીરમાં આવતા ભક્તોને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો
શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા હવે નથી રહ્યો. કેરળના ‘શાકાહારી’ મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. તે મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું. મંદીરમાં આવતા ભક્તો સમક્ષ તેમને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો. મંદિરના પૂજારીઓ અનુસાર આ મગર પોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો.
- Advertisement -
A vegetarian crocodile #Babiya which had been living in Sri Ananthapadmanabha Swamy temple pond in Kerala’s Kasaragod district for more than 70 years died Sunday night
Hundreds of devotees paid homage to the crocodile pic.twitter.com/G0kiwthwdL
— Dr Durgaprasad Hegde (@DpHegde) October 10, 2022
- Advertisement -
વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય હતો મગર
આ મગર માટે એવું કહેવાય છે કે તેને આજ સુધી કોઈ અન્ય પ્રાણી કે મનુષ્યને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે માત્ર ભાત અને પ્રસાદ ખાઈને જીવતો હતો. બાબિયા ઘણા વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય રહ્યો હતો અને ભક્તો ત્યાં એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. સવારે અને બપોરે પૂજા બાદ મગરને ભોજન કરાવવામાં આવતું હતું.
A vegetarian crocodile which had been living in a Sree Ananthapadmanabha Swamy Temple pond in Kerala’s Kasaragod district for more than seven decades died Sunday night. The crocodile Babiya, which ate only the rice and jaggery offerings at the temple. pic.twitter.com/lL6i2HuCrT
— 🏹⚔️सौरभ प्रताप सिंह⚔️🏹 (@RajputIndii) October 10, 2022
શું છે કહાની
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા આ શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં આવ્યા અને મહાત્માને પોતાની મસ્તી કરીને હેરાન કરવા લાગ્યા. તેનાથી ગુસ્સે થઈને તપસ્વીએ તેને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધક્કો મારી દીધો. જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તે બાળકને તળાવમાં શોધવા લાગ્યા પણ પાણીમાં કોઈ મળ્યું નહીં. સાથે જ પાણીની અંદર ગુફા જેવી તિરાડ દેખાઈ. એ સમયથી એવું માનવામાં આવે છે કે આ ગુફામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા પણ થોડી વાર પછી એ જ ગુફામાંથી એક મગર બહાર આવ્યો હતો.
આ સિવાય લોકો એમ પણ કહે છે 1945માં એક બ્રિટિશ સૈનિકે મંદિરમાં એક મગરને ગોળી મારી હતી અને તેના થોડા દિવસો પછી બાબૈયા મંદિરના તળાવમાં આપમેળે દેખાવવા લાગ્યો હતો. બાબિયાને પહેલા શાકાહારી મગર નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે અન્ય કોઈ પ્રાણી અથવા માછલીને નુકસાન પંહોચાડતો નહતો.
બાબિયા શનિવારથી ગુમ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત મગર રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસને પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી.