ક્રિકેટર વૈભવ સહિત 20 બાળકને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અપાયા
મોદીએ કહ્યું-ઝેન ણ અને ઝેન આલ્ફા આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ લઈ જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો. તેમાંથી એક બિહારનો 14 વર્ષનો ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પણ છે.
સુરતની 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રાજ્ઞિકાને રમતગમત ક્ષેત્રે પુરસ્કાર મળ્યો છે. લક્ષ્મી 2025 ઋઈંઉઊ વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની, તેણે તેની બધી નવ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદી વિજેતા બાળકોને મળ્યા અને પછી તેમને સંબોધન કર્યુ. પીએમએ કહ્યું, ‘આજે દેશ વીર બાળ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આજે આપણે તે બહાદુર બાળકોને યાદ કરી રહ્યા છીએ, જેઓ આપણા ભારતનું ગૌરવ છે. તેઓ અદમ્ય હિંમત, બહાદુરી અને વીરતાના પ્રતિક છે. તેઓ બહાદુર રાજકુમારો છે જેમણે ઉંમર અને દરજ્જાની બધી સીમાઓને તોડી નાખી.
પીએમ મોદી વિજેતા બાળકોને મળ્યા અને પછી તેમને સંબોધન કર્યુ. ઙખ મોદીએ કહ્યું- ૠયક્ષ-ણ અને ઝેન આલ્ફા આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ લઈ જશે.
ક્રૂર મુઘલ સલ્તનત સામે બહાદુર સાહિબજાદાઓ પહાડની જેમ ઊભા રહ્યા અને ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદના અસ્તિત્વને હચમચાવી નાખ્યું. જે રાષ્ટ્રનો ભૂતકાળ આટલો ભવ્ય હોય, જેની યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળી હોય, તે કંઈ પણ કરી શકે છે. ક્રૂર મુઘલ સલ્તનત સામે બહાદુર સાહિબજાદાઓ પહાડની જેમ ઉભા હતા.
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારા બાળકોમાં, ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પર જવાનોને ચા અને નાસ્તો આપનાર ફિરોઝપુરના શ્રવણ સિંહનો પણ સમાવેશ થાય છે.
બે બાળકોને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો. તામિલનાડુી વ્યોમા અને બિહારના કમલેશ કુમાર. તેમના માતાપિતાએ પુરસ્કારો સ્વીકાર્યા હતા.
14 વર્ષીય વૈભવ ક્રિકેટમાં પહેલાથી જ અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં, તે લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્ર્વનો સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે પાકિસ્તાનના ઝહૂર ઈલાહીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
સૂર્યવંશીએ ઞઅઊ સામે 14 છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો. અંડર-19 એશિયા કપમાં તેણે 95 બોલમાં 171 રન બનાવ્યા. 180ના સ્ટ્રાઇક રેટથી રમતા વૈભવે આ ઇનિંગમાં 14 છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા.



