નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ભારતમાં અનુસુચિત જનજાતિ ધરાવતાં પ્રદેશોમાં મહિલાઓ 15 વર્ષની નાની ઉંમરે જ દારૂ પીવાનું શરૂ કરી દે છે અને આસામમાં મોટાભાગની મહિલાઓ દારૂ પીએ છે. આ પરંપરાગત રીતે તેમના જીવનનો એક ભાગ છે. ચાલો જાણીએ દેશના ટોપ-7 રાજ્યો વિશે જ્યાં મહિલાઓ દારૂ પીએ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
- Advertisement -
પરંતુ જો કોઈ પૂછે કે સૌથી વધુ મહિલાઓ કયાં રાજ્યમાં દારૂ પીએ છે, તો તેનો ભાગ્યે જ કોઈ પાસે જવાબ હશે. પરંતુ તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. આનાથી જાણવા મળ્યું હતું કે ભારતના તમામ રાજ્યોમાં આસામ સૌથી વધુ દારૂનું સેવન કરે છે.
અહીં એવા રાજ્યોનું લિસ્ટ છે જ્યાં મહિલાઓ સૌથી વધુ દારૂ પીએ છે
આસામ : આસામમાં 15 થી 49 વર્ષની વયની લગભગ 26.3 ટકા મહિલાઓ દારૂ પીએ છે. આ ટકાવારી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતાં વધારે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- 4 માં આ સંખ્યા 7.5 ટકા હતી, જે સર્વે – 5 માં વધીને 26.3 ટકા થઈ ગઈ છે.
મેઘાલય : મેઘાલય બીજા નંબર પર છે. અહીં 15 થી 49 વર્ષની વયજૂથની લગભગ 8.7 ટકા મહિલાઓ દારૂ પીએ છે. આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ 1.2 ટકા કરતાં ઘણો વધારે છે. ત્યાં લગભગ દરેક માર્કેટમાં મહિલાઓ દારૂ ખરીદતી જોવા મળે છે.
- Advertisement -
અરૂણાચલ પ્રદેશ : અરૂણાચલ પ્રદેશમાં સર્વે- 4 માં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 33.6 ટકા હતી, પરંતુ સર્વે – 5 માં આ આંકડો નોંધપાત્ર રીતે ઘટીને 3.3 ટકા થઈ ગયો છે. આ રાજ્યમાં રહેતાં 15 થી 49 વર્ષની વય જૂથના લગભગ 59 ટકા પુરૂષો દારૂ પીએ છે, જે દેશના તમામ રાજ્યોના આંકડા કરતાં વધારે છે.
સિક્કિમ : સિક્કિમ રાજ્યમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- 4માં 19.1 ટકા હતી, પરંતુ સર્વે – 5માં તે ઘટીને 0.3 ટકા થઈ ગઈ છે. આ આશ્ચર્યજનક ફેરફાર છે.
છત્તીસગઢ : છત્તીસગઢમાં સર્વે- 4 માં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 11.4 ટકા હતી , જ્યારે સર્વે -5 માં આ સંખ્યા ઘટીને 0.2 ટકા થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે દારૂ પીતી મહિલાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે.
ઝારખંડ : ઝારખંડમાં સર્વે – 4 ના સર્વેક્ષણમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 9.9 ટકા હતી, પરંતુ સર્વે-5માં આ આંકડો નોંધપાત્ર રીતે ઘટીને 0.3 ટકા થઈ ગયો છે. આ દર્શાવે છે કે આ રાજ્યમાં મહિલાઓમાં દારૂનું સેવન ખૂબ જ ઓછું થયું છે.
ત્રિપુરા : નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ત્રિપુરામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. સર્વે-4 માં, ત્રિપુરા રાજ્યમાં મહિલાઓ દ્વારા દારૂ પીવાની ટકાવારી 9.6 ટકા હતી, પરંતુ સર્વે -5 માં આ ટકાવારી ઘટીને 0.8 ટકા થઈ ગઈ છે.
નેશનલ ફેમેલી હેલ્થ સર્વેના આ આકડાંઓ ચોકાવનારા છે. જે રીતે મહિલાઓ દારૂનું સેવન કરતી થઈ છે તેનાથી ભવિષ્યની પેઢીઓ માટે પણ મોટો ખતરો ઉભો થયો છે. દારૂના સેવનથી અમુક હોર્મોન પર અસર થાય છે અને પછી બેબી કન્સીવ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વળી દારૂના સેવનથી સુગરની બીમારી થઈ જાય છે જે બાળકને પણ થઈ શકે છે.