રોકડ તથા મોબાઇલ સહિત 21850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
પાટડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ઓડુ ગામે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે ઓડુ ગામે ભોરાણીવાસ વિસ્તારમાં દરોડો કરી બળદેવ મગનભાઈ તળેટીયા, ભરત લઘરાભાઈ ઠાકોર, અશોક વનાભાઈ ખાંભલીયા, નવઘણ વજુભાઈ મુલાડીયા, ગણેશ કરણાભાઇ રાઠોડ, દલસુખ ભોપાભાઈ અજાણી, ઈશ્વર દેવશીભાઈ હદાણી સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 17350 તથા ત્રણ મોબાઇલ કિંમત 4500 રૂપિયા એમ કુલ 21850 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



