ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.27
જાફરાબાદ શહેરમાં જર્જરીત ઇમારત ધરાસાઇની ધટના બનવા પામી હતી. જેમા ગીરીરાજ ચોક ખાતે જુની એસબીઆઇ બેન્કની ઇમારત ધરાસાઇ થઇ હતી. અને નીચે 7 જેટલા લોકો ચા-નાસ્તો કરી રહ્યા હતા તે સમયે ઇમારત ધરાસાઇ થતાં કાટમાળમાં દબાયા હતાં. થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી. તેમજ મોટી સંખ્યામા લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. આ ધટનાને લઇ નગરપાલિકા સ્ટાફ તથા પોલીસ સ્થળે પહોંચી હતી. અને મોટી સંખ્યામા શહેરના લોકો મદદ માટે દોડી આવ્યાં અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામા આવ્યાં હતાં. ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે રાજુલા, મહુવા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યાં હતાં. જોકે સારવાર દરમિયાન 2 લોકોના મોત થયાં હતાં. સમગ્ર મામલે જાફરાબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ઉલ્લેખનિય એ છે કે,બાંધકામ વર્ષો જુનું હતું. અહીં પહેલા એસબીઆઇ બેન્ક ચાલતી હતી. પરંતુ છેલ્લા ધણાં સમયથી આ ઇમારત જર્જરીત હાલતમાં હતી. ત્યારે આ ધટના પગલે લોકોમા શોકમય માહોલ સર્જાયો હતો.