બરેલીમાં મંગળવારે સવારે કેન્ટર અને એમ્બ્યુલન્સની વચ્ચે એક મોટો રોડ અકસ્માત થયો હતો.જ્યાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.
અકસ્માત મંગળવારે સવારે 6:30 થી 7:00 વાગ્યાની આસ-પાસ થયો હતો.
- Advertisement -
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત મંગળવારે સવારે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે ફતેગંજ પશ્ચિમમાં શંખા પુલ પાસે થયો હતો. એમ્બ્યુલન્સ મેડિકલ કોલેજથી દિલ્હી તરફ જઈ રહી હતી. દરમિયાન દિલ્હી હાઈવે પર બેકાબુ થઈને એમ્બ્યુલન્સ પાછળથી કેન્ટરમાં ઘુસી ગઈ. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. માહિતી મળતા જ પોલીસની સાથે બચાવ અને રાહત ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Uttar Pradesh | Seven people died in a collision between an ambulance and canter vehicle in Fatehganj Police Station area of Bareilly. Details awaited. pic.twitter.com/GkIEiL54Kt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 31, 2022
- Advertisement -
એમ્બ્યુલન્સને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી
કહેવાયઈ રહ્યું છે કે, મૃતકનો પરિવાર પીલીભીતનો રહેવાસી છે. જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર SRMS મેડિકલ કોલેજની સામેના ગામમાં રહે છે. પોલીસે મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરી શોક પ્રગટ કર્યો
બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બરેલીમાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।
मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022