ગેરકાયદે અને ઓવરલોડ ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા માટે અનેક પ્રયાસો બાદ પણ બેફામ બનેલા ખનિજ માફીયાઓ જાણે સરકારી તંત્રને જ પડકાર ફેંકતા હોય તેની માફક દિન પ્રતિદિન ખનિજ ચોરીના વધારો કરતા જાય છે. તેવામાં મૂળી પંથકમાંથી રાત્રીના સમયે ગેરકાયદેસર ખનિજ વહન થતું હોવાની માહિતીને આધારે મામલતદાર અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રાત્રીના સમયે મૂળી પંથકના પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન મૂળી તાલુકાના જસાપર અને ગોદાવરી ગામ નજીકથી ડમ્ફરમાં ગેરકાયદેસર તથા ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 7 વાહનોને જપ્ત કર્યા હતા આ તમામ વાહનો અને ખનીજ મળી કુલ 2.80 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ડમ્ફર માલિક વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
ઝડપાયેલા ડમ્ફરની વિગત
(1) GJ 38 TA 5961
(2) GJ 13 AT 1076
(3) GJ 13 AW 5300
(4) GJ 13 AW 6800
(5) GJ 24 X 1905
(6) GJ 38 TA 3591
(7) RJ 25 GA 7621
માલિકના નામની વિગત
- Advertisement -
(1) મુન્નાભાઈ માધાભાઇ જાદવ રહે. પોગાણ તાલુકો વિરમગામ
(2) ભગીરથસિંહ આર સિંધવ રહે.સાયલા
(3) રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર રહે. સાયલા
(4)રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર રહે. સાયલા
(5) ભરતભાઈ વસાભાઇ ભરવાડ
(6) સતીષભાઈ ડી ગોહિલ
(7) મુન્નાભાઈ