શનિવારે 2.45 વાગ્યાની આસપાસ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ છેલ્લા 42 કલાકથી ચાલી રહી છે બચાવ કામગીરી
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં તાજેતરમાં ધરાશાયી થયેલી બે માળની ઇમારતના કાટમાળમાંથી રવિવારે વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. વિગતો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 7 થઈ ગયો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC)ના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ બે મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ સાથે બે માળની ઇમારતના માલિકની અટકાયત કરવામાં આવી છે.
- Advertisement -
થાણેના ભિવંડીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવનાથ ધવલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના માલિક ઇન્દરપાલ પાટીલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાના સંબંધમાં પૂછપરછ માટે પાટીલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
#WATCH | Bhiwandi building collapse: Two labourers are suspected to be trapped under debris. Rescue operation is still on for last 34 hours post Bhiwandi Vardhaman Building accident in Maharashtra's Thane on April 29. At present 4 teams of NDRF are working under NDRF Commander… pic.twitter.com/flqqCkL2gu
— ANI (@ANI) April 30, 2023
- Advertisement -
શું હતી સમગ્ર ઘટના ?
શનિવારે બપોરે 2.45 વાગ્યાની આસપાસ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. અકસ્માત બાદ છેલ્લા 42 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે. હાલમાં NDRF કમાન્ડર દીપક તિવારીના નેતૃત્વમાં NDRFની ચાર ટીમો કામ કરી રહી છે. પાટીલને ઘટના સંદર્ભે પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
NDRF-SDRFએ સંભાળ્યો મોરચો
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો અને ફાયર બ્રિગેડ સહિત વિવિધ એજન્સીઓના કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. વિગતો મુજબ ઉપરના માળે ચાર જણનો પરિવાર રહેતો હતો. ઉપરાંત ઘણા મજૂરો બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા હતા. માળખું તૂટી પડ્યું ત્યારે કેટલાક મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર હતા.
ત્રણેય મૃતદેહોની થઈ ઓળખ
SDRFની ટીમે કાટમાળમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમની ઓળખ સુધાકર ગવાઈ, પ્રવીણ ચૌધરી (22) અને ત્રિવેણી યાદવ (40) તરીકે થઈ છે. અગાઉ નારપોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક મદન બલ્લાલે જણાવ્યું હતું કે, સુનીલ પીસા (38) નામના વ્યક્તિને રવિવારે સવારે 8 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને ભિવંડીની ઈન્દિરા ગાંધી મેમોરિયલ (IGM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગોડાઉનમાં લોડિંગ અને અનલોડિંગ માટે આવેલા એક કન્ટેનર અને બે ટેમ્પો પણ કાટમાળ નીચે દટાયા હતા. સાવંતે કહ્યું કે, આ બિલ્ડિંગ ફૂડ પ્રોડક્ટ્સ કંપનીની છે. સાવંતે કહ્યું કે ઉપરના માળનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે.
#WATCH | Bhiwandi building collapse: Two labourers are suspected to be trapped under debris. Rescue operation is still on for last 34 hours post Bhiwandi Vardhaman Building accident in Maharashtra's Thane on April 29. At present 4 teams of NDRF are working under NDRF Commander… pic.twitter.com/flqqCkL2gu
— ANI (@ANI) April 30, 2023
મોડી સાંજે મુખ્યમંત્રી શિંદે ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મુખ્યમંત્રી શિંદે સાંજે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભિવંડીની આઈજીએમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને પણ મળ્યા. અહીં મીડિયા સાથે વાત કરતાં તેમણે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જ્યારે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે. સીએમ શિંદેએ કહ્યું કે રિડેવલપમેન્ટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મેં કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને જર્જરિત ઈમારતોનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે, જે ચોમાસા દરમિયાન ગમે ત્યારે પડી શકે છે.