કેદારનાથ હેલિકોપ્ટર, રોકાણ, ક્રેડિટ કાર્ડના બહાને 9 લોકોએ પૈસા ગુમાવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટ સહિત દેશભરમાં ઓનલાઇન ફ્રોડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા, ક્લાસીસમાં જોબ, ક્રેડિટ કાર્ડના વધારાના ચાર્જ બંધ કરવા, સસ્તામાં ડ્રાયફ્રુટ સહિતના નામે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર 9 લોકોને 2કમ પરત અપાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટમાં રહેતા અરજદાર ઝલક નામની યુવતીને બાયજૂસમાં ટ્યુટર તરીકે જોબના નામે રૂ. 58 હજારની છેતરપીંડી કરવામાં આવી હતી. ભોગ બનનારે અરજી કરતાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી રૂા. 58 હજાર પરત અપાવ્યા હતા જગદીશભાઈ લશ્કરી નામના અરજદાર સાથે કેદારનાથમાં હેલિકોપ્ટર સેવાના નામે 56 હજારની છેતરપીંડી કરવામાં આવી હતી
આ અંગે અરજી કરતાં પોલીસે 56 હજારની પરત કરાવ્યા છે રવિરાજસિંહ સાથે ઈન્વેસ્ટમેન્ટના નામે રૂૂા. 1 લાખ, વધુ રિટર્ન મેળવવાની લાલચમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જય દિલીપભાઈ નામના યુવાને ગુમાવેલી રકમમાંથી રૂૂા. 80 હજાર સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા હતા. જ્યારે જયસુખભાઈના બેન્ક ખાતામાંથી જાણ બહાર ઉપાડી લેવાયેલા રૂા. 2.39 લાખ અને ક્રેડિટ કાર્ડના નામે તુષારભાઈ ચૌહાણ સાથે કરવામાં આવેલી છેતરપીંડીમાં રૂા. 68 હજાર પોલીસ દ્વારા પરત અપાવવામાં આવ્યા હતા આ ઉપરાંત પરેશભાઈ ધીરજલાલભાઈએ નાણાકીય ફ્રોડમાં ગુમાવેલા 40 હજાર, ક્રેડિટ કાર્ડમાં ચાર્જિસના નામે સરકારી કર્મચારી વિવેકકુમાર સાથે થયેલ ફ્રોડમાં રૂા. 70 હજાર અને ઘઝઙ આપ્યા વગર ક્રેડિટ કાર્ડમાંથી ધવલભાઈ તુણીયાતર સાથે કરવામાં આવેલ ફ્રોડમાં પોલીસે રૂૂા. 70 હજાર મળી કુલ રૂૂા. 7.81 લાખની રકમ પરત અપાવી હતી.