રાજશક્તિ ક્લબના શૂટર કાવ્ય માણેકની શાનદાર સિદ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિલ્હીમાં યોજાયેલી 67મી નેશનલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન દરમિયાન ‘રાજશક્તિ ક્લબ’ના પ્રતિભાશાળી શૂટર માણેક કાવ્યએ ‘રીનાઉન્સ શોર્ટ શૂટર’ તરીકે સિદ્ધિ હાંસલ કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. કાવ્ય કૌશલભાઈ માણેકએ માત્ર ક્લબ માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવ વધાર્યું છે. આ જીત તેમના પરિશ્રમ, પ્રતિભા અને અનવરત મહેનતનો ફળ છે. આ સિદ્ધિ પાછળ ક્લબના કોચ પિયુષ વરસાણીની મહેનત અને માર્ગદર્શનનું ખાસ યોગદાન રહ્યું છે. તેઓએ શૂટરની પ્રતિભાને શણગારી અને તેમને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં મોખરાનું સ્થાન ધરાવ્યું છે. ‘રાજશક્તિ ક્લબ’ સમગ્ર ટીમ અને કાવ્ય કૌશલભાઈ માણેકને આ મહાન સિદ્ધિ બદલ અભિનંદન પાઠવે છે અને તેમની ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવે છે.