સમાજને જાગૃતિ તરફ લઈ જતો સંદેશો પૂરો પાડતા ચિત્રનગરીના કલાકારો
સાયબર ફ્રોડથી બચવા લોકોએ શું કરવું તેની ચિત્રો થકી આપી માહિતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ મધ્યસ્થ જેલની બહારની દિવાલો પર ચિત્રનગરીના કલાકારો દ્વારા અવનવા ભીંત ચિત્રો નિર્માણ કરવામાં આવ્યાં છે રવિવારે સવારથી ચિત્રનગરીના 70 જેટલા કલાકારો દ્વારા 65 જેટલા ચિત્રો ભીંત ઉપર અદભુત રીતે નિર્માણ કરવામાં આવ્યા છે લોકોને ગુનાખોરીથી દૂર રહેવું, સાયબર ફ્રોડથી કેમ બચવું સહિતના ચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મધ્યસ્થ જેલની દિવાલો આસપાસ 65 જેટલા ચિત્રો કંડારવામાં આવ્યા છે જેમાં સાયબર ફ્રોડના બનાવો સંદર્ભે લોકોને જાગૃત કરતાં ચિત્રો બનાવવામાં આવ્યા છે શહેરમાં છેલ્લા થોડા સમયમાં ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા છે આ ઉપરાંત મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ અટકે તેવા ચિત્રો પણ દોરવામાં આવ્યા છે હેકર બેંકમાંથી બારોબાર નાણાં ઉપાડી લે છે. ડિજિટલ અરેસ્ટ કરી મસમોટી રકમ પડાવવામાં આવે છે. યુવતીના વીડિયો કોલ આવે અને તેમાં યુવકને ફસાવીને પૈસા પડાવવામાં આવે છે. એટલું જ નહીં સીબીઆઇમાંથી બોલે છે સહિતના ફોન આવે અને નાણાં ખંખેરવામાં આવે છે. આ બાબતે લોકોમાં જાગૃતતા આવે અને આવા ફોન ગઠિયાઓના હોય છે તે અંગે લોકોને જાગૃત કરતાં ચિત્રો દીવાલ પર કરવામાં આવ્યા છે. જેમાં હેકર, બેંકમાંથી નાણાં ઉપડતા હોય, ન્યૂડ ગર્લ ફસાવતી હોય તેવા ચિત્ર બનાવવામાં આવ્યા હતા. એક કલાકારે બે રસ્તા બનાવ્યા હતા. એક રસ્તાને સત્કર્મનો રસ્તો બતાવ્યો હતો જેમાં ચાલવાથી પરિવાર અને સુખ મળે તેવું દર્શાવવામાં આવ્યું હતું જ્યારે બીજા રસ્તાને ગુનાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો જેમાં ચાલવાથી જેલ અને ફાંસીનો ફંદો મળે તેવું દર્શાવવામાં આવ્યું હતું સંદેશાત્મક ચિત્રો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા