ગુજરાતમાં સિંહ અને દીપડાની સંખ્યા વધી રહી છે તેમ તેમના મૃત્યુના આંકમાં પણ છેલ્લા કેટલાક વર્ષથી ભારે વધારો થઈ રહ્યો છે. વિધાનસભામાં વન વિભાગે આપેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 643 સિંહ અને દીપડાના મૃત્યુ નોંધાયા છે.
ગંભીર વાત એ છે કે, કુલ મૃત્યુમાંથી 161 જેટલા સિંહ અને દીપડાના મૃત્યુ અકુદરતી છે એટલે કે અકસ્માત સહિતના કારણોના લીધે થયા છે. 8 સિંહ બાળ અને 101 દીપડાના બચ્ચાના મૃત્યુ અકુદરતી વન્ય જીવનપ્રેમીઓ માટે ચિંતાજનક વિષય બની શકે છે.
- Advertisement -
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં વન વિભાગે સિંહ અને દીપડાના વર્ષ 2022 અને 2023માં થયેલા કુદરતી અને અકુદરતી મૃત્યુના આંકડા વિશે માહિતી આપી હતી. જેમાં 2022માં કુલ 303 મૃત્યુ થયા હતા જયારે 2023ના વર્ષમાં તે આંકડો વધીને 340 થયો છે.
છેલ્લા બે વર્ષના અપાયેલા આંકડામાં સિંહ બાળ અને દિપડાના બચ્ચાના કુલ 236 મૃત્યુ થયાનો મોટો આંકડો પણ બાળ વયે વધતા મૃત્યુ સાબીત કરે છે.