ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ બનાવની હકીકત એવી છે કે, આ અકસ્માતમાં મૃત્યુ પામનાર હાર્દિકભાઈ ચંદુભાઈ મુંગરા, ઉ.વ.31 આઈ.10 કાર નં. જી.જે.03.જે.આર.4260 માં બેસીને પોતાના ધંધાના કામ અર્થે જઈ રહયા હતા, ત્યારે છતીસગઢ થી ગુજરાત તરફ આવતા હતા ત્યારે ગ્રામ પસોરા હાઈવે રોડ ઉપર ગંભીર અકસ્માતનો બનાવ બનેલ હતો. આ અકસ્માતમાં ગુજરનારને ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક ગામ: બાસના, જી. મહાસમુંદ, છતીસગઢ સરકારી હોસ્પીટલમાં લઈ ગયેલ, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓનું મોત નીપજેલ. જેથી આ બનાવ સબંધે બાસના પોલીસ સ્ટેશન માં આઈ.10 કારના ચાલક વિરૂદ્ધ આઈ.પી.સી. 279, 337, 338 તથા 304(અ) અને મોટર વ્હીકલ એકટની કલમ 134, 177, 184 મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ. આ અકસ્માતમાં ગુજરનારના વારસદારો ધ્વારા રાજકોટ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગેનો તા. 14/06/2022 નારોજ કલેઈમ કેસ નં. 918/ 20રર થી દાખલ કરવામા આવેલ. જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલ હતા. જેમા ગુજરનારની આવક તેમજ વળતર સબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલા, જેથી વિમાકંપનીએ ગુજરનારને વળતર ચુકવવા અંગે પોતાની જવાબદારી સ્વીકારી હતી.
- Advertisement -
આ કામમાં આઈ 10 કાર નં. જી.જે.03.જે.આર.4260 ની વીમાકંપની બજાજ એલીયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ પ્રા.લી. ધ્વારા અકસ્માત અંગે સંપુર્ણ પણે પોતાની જવાબદારી સ્વીકારેલ અને સમાધાન કરી ગુજરનારના વારસદારો ને રૂા. 64,00,000/- અંકે રૂપીયા ચોસઠ લાખ પુરાનું વળતર મંજુર કર્યું હતું. આ કામમાં અરજદાર વતી એડવોકેટ અજય કે. જોષી તેમજ પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.