કેનેડામાં 172, અમેરિકામાં 108, બ્રિટેનમાં 58, ઓસ્ટ્રેલિયામાં 57, રશિયામાં 37, જર્મનીમાં 24, પાકિસ્તાનમાં 1 ભારતીય વિદ્યાર્થીઓના મોત : વિદેશ મંત્રાલય
ભારતીય લોકો વિશ્વમાં બધા દેશોમાં છે. તે બીજા દેશોમાં બિઝનેસ, નોકરી અથવા અભ્યાસ કરવા માટે જાય છે. છેલ્લા 5 વર્ષમાં 633 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યા છે. જેમાંથી 19 લોકોએ હિંસક હુમલામાં જીવ ગુમાવ્યા હતા. કેનેડામાં સૌથી વધુ 172 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જે બાદ અમેરિકામાં 108 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
- Advertisement -
વિદેશ મંત્રીએ જણાવ્યું કે કેનેડામાં સૌથી વધુ 172 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જે બાદ અમેરિકામાં 108 વિદ્યાર્થીઓના મોત થયા હતા. બ્રિટનમાં 58,ઓસ્ટ્રેલિયામાં 57, રશિયામાં 37,અને જર્મનીમાં 24 વિદ્યાર્થીઓના મોત થયા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક વિદ્યાર્થીના મોતના સમાચાર છે.
કેન્દ્રીય મંત્રીએ વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા અંગે પૂછવામાં આવેલા અન્ય એક પ્રશ્નની માહિતી આપતાં જણાવ્યું કે ભારતીય ડેટા પરથી, તાજેતરમાં વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે હિંસામાં કોઈ વધારો થયો નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિદેશમાં હિંસક હુમલામાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. આંકડા અનુસાર, કેનેડામાં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓના મોત થયા છે. તે પછી અમેરિકામાં 6 અને ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન અને કિર્ગિસ્તાનમાં એક-એક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.
- Advertisement -
આ કેસોની યોગ્ય તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. કટોકટી અથવા તકલીફના કિસ્સામાં, ભારતીય મિશન/પોસ્ટ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ખોરાક, રહેઠાણ, દવાઓ આપીને અને શક્ય તેટલી વહેલી તકે તેઓને ભારત પરત લાવવા અથવા તેમના સ્થળાંતર માટે પ્રયત્નો કરે છે.
વિશ્વભરના દેશોમાંથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વંદે ભારત મિશન, ઓપરેશન ગંગા યુક્રેન,અને ઓપરેશન અજય ઇઝરાયેલ, દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. અમારા હાઈ કમિશને બાંગ્લાદેશથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવ્યા હતા.
લોકસભામાં રજૂ કરાયેલ એમઇએ ડેટા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2022 માં આ સંખ્યા 0.75 મિલિયન હતી જે 2023 માં વધીને 0.93 મિલિયન થઈ અને હવે 1.33 મિલિયન થઈ ગઈ છે.
આ વર્ષે 1 જાન્યુઆરી સુધી, એમઈએ દ્વારા 101 દેશોમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે તેમાથી સૌથી વધુ 4.27 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે.
ત્યારબાદ અમેરિકામાં 3.37 લાખ વિદ્યાર્થીઓ અને બ્રિટનમાં 1.85 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમઈએ અનુસાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 2510 ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહયા છે.