21 દેશો દ્વારા અપાયેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈઝરાયેલે નકારી કાઢતાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે
લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. એક સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લેબનાનના 600થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા સહિત 21 દેશો દ્વારા આપવામાં આવેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈઝરાયેલે નકારી કાઢતાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નેતન્યાહુના કાર્યાલયનાં એક નિવેદનમાં સેનાને “સંપૂર્ણ બળ સાથે લડાઈ ચાલુ રાખવા”નો આદેશ આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહને લેબનોનમાંથી ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તો ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (DF) ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવીએ હિઝબુલ્લાહને ટૂંક સમયમાં જમીની હુમલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે કે અમારા સૈનિકો ટૂંક સમયમાં દુશ્મનના વિસ્તારોમાં પ્રવેશ કરશે. દરમિયાન, ‘બ્લુ લાઇન’ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ખાસ વાત એ છે કે બંને દેશો વચ્ચેની આ સરહદ પર ભારતીય સૈનિકો પણ તૈનાત છે ત્યારે આપણને આ બ્લુ લાઇન વિશે જાણવાનું કુતુહલ રહે એ સ્વાભાવિક છે.
- Advertisement -
બ્લુ લાઇન શું છે
યુનાઇટેડ નેશન્સે 7 જૂન, 2000ના રોજ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની સરહદ રેખાને બ્લુ લાઇન નામ આપ્યું હતું. બ્લુ લાઈનના વિસ્તાર પર યુનોનું આધિપત્ય છે. આ સરહદ રેખા ઇઝરાયેલને લેબનોન અને ગોલાન હાઇટ્સથી અલગ કરે છે. બ્લુ લાઇન સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ નથી, પરંતુ સીમાંકન રેખા અથવા તો બફર ઝોન છે. છે. આ રેખા ત્યારે નક્કી કરવામાં આવી હતી કે જ્યારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી લીધી હતી કે જ્યાં તેણે 1978માં આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. વધુમાં કહીએ તો, માર્ચ 1978માં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના કાર્યકર્તાઓ દ્વારા 37 ઈઝરાયેલીઓની હત્યા કરવામાં આવી હતી. આ પછી, ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કર્યો અને થોડા દિવસોમાં તેને કબજે કરી લીધો, આ દરમિયાન લેબનીઝ સરકાર યુએન સુધી પહોંચી. યુએનએ ઇઝરાયેલને તેની સેના પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. આખરે વર્ષ 2000માં ઈઝરાયેલી સેના આ વિસ્તારમાંથી હટી ગઈ. જ્યાંથી સૈન્ય પરત ફર્યું તે સ્થળને ઞગ દ્વારા ‘બ્લુ લાઇન’ ઘોષિત કરવામાં આવ્યું. તે યુનાઇટેડ નેશન્સ દ્વારા 7 જૂન 2000 ના રોજ એ નિર્ધારિત કરવાના હેતુથી જાહેર કરવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે લેબનોનમાંથી પોતાનું સૈન્ય સંપૂર્ણપણે પાછું ખેંચી લીધું છે. તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે: “સરહદ નહીં, પરંતુ “રીટર્ન લાઇન”. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની આ સરહદ, બ્લુ લાઇની કુલ લંબાઈ 120 કિલોમીટર છે. જો કે, તે જૂના નકશાઓ પર આધારિત છે અને કાલ્પનિક છે, તેથી ઇઝરાયેલ અને લેબનોન બંને ઘણા સ્થળો પર પોતાના દાવા કરે છે જેમાં ગઝરગાંવ, શેબા ફાર્મ અને કફારચૌબાની આસપાસની ટેકરીઓનો સમાવેશ થાય છે. 39 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું શેબા ફાર્મ ગોલાન હાઇટ્સમાં છે. 1967ના યુદ્ધમાં ઈઝરાયેલે તેના પર કબજો કરી લીધો હતો. આ સિવાય બ્લૂ લાઇન પર ઘણા વિવાદિત વિસ્તારો છે. અગાઉ કહ્યું તેમ, ઞગ બ્લુ લાઈનનું કસ્ટોડિયન છે. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ ઈન લેબનોન (UNIFIL) દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. UNIFILબહુરાષ્ટ્રીય સૈનિકોનો સમૂહ છે, એટલે કે આ દળમાં વિશ્વના અનેક દેશના સૈનિકોની ભરતી કરવામાં આવે છે, જેને ઞગ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. જ્યારે પણ ઈઝરાયેલ અથવા લેબનીઝ અધિકારીઓ બ્લુ લાઈનની નજીક કોઈ જાળવણી અથવા સુરક્ષા પ્રવૃત્તિ કરવા માગે છે, ત્યારે તેઓએ UNIFILને તેની આગોતરી જાણ કરવાની રહે છે. UNIFILદળો આ સરહદ પર ઉભા શાંતિ અને સુરક્ષા જાળવવા તહેનાત રહે છે.
આ બફર ઝોનમાં તૈનાત આ UNદળોનું કામ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ કામ કરવાનું છે. તેમનું કામ યુદ્ધ અટકાવવાનું કે તેમાં સામેલ થવાનું નથી. બલ્કે શાંતિ જળવાઇ રહે તે જોવાનું છે. આ સાથે, જો તે વિસ્તારમાં યુએનના જુદા જુદા મિશન ચલાવવામાં આવે તેમાં આ સેના સુરક્ષાના મુદ્દે કાર્યરત રહે છે. કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરે છે અને સાથોસાથ ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ કે હિંસા ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો આ સેના કરે છે. સેનાના એક અધિકારીના કહેવા પ્રમાણે, ઞગઈંઋઈંકનું કામ ઘણું જટિલ છે અને દરેક નાની-મોટી પ્રવૃત્તિ પર હંમેશા નજર રાખવી પડે છે. જ્યારે પણ ઇઝરાયેલ UNIFILના વિસ્તારમાં એટલે કે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલો કરવાનું હોય, ત્યારે તે સૌપ્રથમ તે વિસ્તારની તપાસ કરીને ખાતરી કરે છે કે UNIFIL સૈનિકો આ વિસ્તારની નજીક નથી. જો ત્યાં હોય, તો UNIFIL ને તેના વિશે જાણ કરવામાં આવે છે અને બ્લુ હેલ્મેટને તાત્કાલિક ત્યાંથી દૂર કરવા વિનંતી કરવામાં આવે છે. યુએન પીસકીપીંગ ફોર્સની હેલ્મેટ બ્લુ છે, તેથી આ કોડમાં સંદેશ જારી કરવામાં આવે છે. જો આ વિસ્તારમાં UNના શાંતિ જાળવણી આ મિશન અને હિઝબુલ્લાહની પકડ વિશે વાત કરીએ તો, ઇઝરાયેલ સરહદથી 30 કિલોમીટર દૂર લેબનોનના શહેર, ટાયર સુધીના વિસ્તારમાં આ પીસકીપિંગ ફોર્સ હાજર છે. બીજું, અહીં હિઝબુલ્લાહની હાજરી નહિવત છે પરંતુ હિઝબુલ્લાહના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ અહીં સંપૂર્ણ રીતે સક્રિય છે. ટાયર અને સિડોન વચ્ચે પેલેસ્ટિનિયન શરણાર્થીઓની વસાહતો છે અને આ વિસ્તારમાં શિયા સમુદાયના લોકો સૌથી વધુ છે. અહીં હિઝબુલ્લાહનો સૌથી વધુ હોલ્ડ છે. ઈરાન, જે શિયા દેશ છે, આ ક્ષેત્રમાં હિઝબુલ્લાહને સીધી મદદ કરે છે. જો આપણે લેબનોનની વસ્તી અને સમુદાય વિશે વાત કરીએ, તો 2020ના આંકડા અનુસાર, લેબનોનની કુલ વસ્તીના 67 ટકા મુસ્લિમ છે. જેમાં 32 ટકા સુન્ની અને 31 ટકા શિયા છે. 32 ટકા ખ્રિસ્તીઓ, 5 ટકા ડ્રુઝ સમુદાયના લોકો ત્યાં રહે છે. બાકીની બહુ ઓછી વસ્તી યહૂદી, બહાઈ, બૌદ્ધ અને હિંદુ છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે અને આ શરણાર્થીઓ હિઝબુલ્લાહના સમર્થકોમાં પણ સામેલ છે. UNIFIL હેઠળ શાંતિ રક્ષા દળો, બ્લુ લાઇન બે સેક્ટરમાં વહેંચાયેલી છે. એક ઈસ્ટ સેક્ટર અને એક વેસ્ટ સેક્ટર. બંને સેક્ટરમાં બ્રિગેડ સ્તરનું સૈન્ય તૈનાત છે. એટલે કે બંને સેક્ટરમાં 3 થી 4 બટાલિયન છે અને એક બટાલિયનમાં 600થી વધુ સૈનિકો હાજર છે. ઉપર કહ્યું તેમ, ભારતીય સેનાની એક બટાલિયન લેબનોનમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ એટલે કે UNIFIL તરીકે ઘણા દાયકાઓથી ત્યાં તૈનાત છે.ભારતીય સૈન્ય બટાલિયન એ માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે UNIFILહેઠળ ચાલી રહેલા શાંતિ સુરક્ષા પ્રયત્નોમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.ભારતીય સેનાના લગભગ 600 સૈનિકો આ બ્લુ લાઇન પર UNIFIL હેઠળ લેબનોનમાં કાર્યરત છે. હાલમાં ભારતીય સેનાની બટાલિયન ગોલાન હાઇટ તરફ પૂર્વ સેક્ટરમાં તૈનાત છે. આ ક્ષેત્રમાં ભારતીય સેનાની હાજરી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આપણી દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. યુદ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે રાહતનાં સમાચાર એ છે કે ઞગના જણાવ્યા અનુસાર, સતત રોકેટ અને હવાઈ હુમલા વચ્ચે, અહીં તૈનાત ભારતીય સેનાના તમામ જવાનો સુરક્ષિત છે.
- Advertisement -
બફર ઝોનમાં તૈનાત UN દળોનું કામ યુદ્ધ અટકાવવાનું કે સામેલ થવાનું નથી, શાંતિ જળવાઇ રહે તે જોવાનું છે
બ્લુ લાઈનના વિસ્તાર પર યુનોનું આધિપત્ય છે, આ સરહદ રેખા ઇઝરાયેલને લેબનોન અને ગોલાન હાઇટ્સથી અલગ કરે છે
બ્લુ લાઇન સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ નથી, પરંતુ સીમાંકન રેખા અથવા તો બફર ઝોન છે