કોડીનાર, ગીર ગઢડા અને વેરાવળ ફાયર વિભાગ, કોડીનાર પોલીસ, જામવાળા ગામનાં સ્થાનિક લોકો દ્વારા રેસ્કયું કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગઈ કાલે ગુરુવારે સવારે દીવથી ફરવા આવેલા 6 સહેલાણીઓ ગીર ગઢડા તાલુકાના જામવાડા પાસે આવેલા જામજીર ઘોધ નજીક શીંગોડા નદીમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયાં હતાં.આ અંગેની જાણ થતાં તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા તથા લાયઝન અધિકારી કોડીનાર, મામલતદાર, કોડીનાર અને ગીર ગઢડા, વેરાવળ ફાયર વિભાગ, કોડીનાર પોલીસ વિભાગ, જામવાળા ગામનાં સ્થાનિક લોકો તથા તરવૈયાની તાત્કાલિક કામગીરીથી તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં. સફળ રીતે રેસ્ક્યુ કર્યા બાદ તેઓને સારવાર માટે ઈ.ઇં.ઈ. ગીર ગઢડા ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ધોધ ની આસપાસ નદી નો પ્રવાહ વહી રહ્યો છે પ્રવાસી જ્યારે સવારે ધોધ તરફ ની નદી માં ગયા તે સમયે પાણી નો પરવાહ ખૂબ ઓછો હતો પરંતુ મધ્ય ગીર માં ભારે વરસાદ પડવાના કારણે એકાએક ખેતરો અને ધાતરડી નદી નું પાણી ધોધ માં આવતા પાણી નો પ્રવાહ વધવાના કારણે તમામ પ્રવાસી નદી ની વચ્ચે ફસાયા હતા અને એક પથ્થર ની શિલા પર ઉભા રહી જીવ બચાવવા મજબૂર બન્યા હતા. પ્રવાસીઓ ફસાયા હોવાની સ્થાનિક લોકો ને જાણ થતા ઘટવાડ અને જામવાળા ગામના તરવ્યા સ્પોટ પર પહોંચ્યા હતા અને નદી માં તરી ને પ્રવાસીઓ સુધી પહોંચી તેને સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યા હતા બીજી તરફ તંત્ર પણ જાણકારી મળતા કોડીનાર ગીરગઢડા અને વેરાવળ સહિત તંત્ર ની ટીમો અને નેતાઓ પહોચ્યા હતા. વેરાવળ ફાયર વિભાગ કોડીનાર અને ગીરગઢડા પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા દોરી બાંધી તમામ પ્રવાસીઓ નું રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને તેને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
- Advertisement -
જિલ્લા કલેક્ટર દ્વારા ધોધની આસપાસ નહિ જવા અનુરોધ
જંમજીર ધોધ શિંગોડા નદીની વચ્ચે આવેલો છે અને ગીરનો સૌથી ખુબસુરત ધોધ છે જે અનેક લોકોના જીવ લઈ ચૂક્યો છે.જમજીર ધોધ અને તેની આસપાસના વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે લપસણી ભૂમિ હોવાના કારણે પાણીના પ્રવાહની નજીક ન જવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ કરાયો છે.



