SMCએ દારૂની ભઠ્ઠી પર રેડ પાડી 3.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં કોસંબા પો.સ્ટે.ના ઙઈં-ઙજઈં સહિત 6 સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ કોસંબા
બારડોલીના કોસંબા પોલીસ મથકની હદમાં આવતા વાલેસા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે દિવસ અગાઉ રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન રૂ. 3,91,000નો મુદ્દામાલ ઝડપાયો હતો. જે બાદ કોસંબા પોલીસની હદમાં આવે છે, છતાં સ્થાનિક પોલીસે કાંઈ કાર્યવાહી ન કરવા બાબતે સવાલો ઉઠ્યા હતા. જેથી જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ કોસંબા પોલીસ સ્ટેશન અને પાલોદ ચોકીના PI-PSI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.ગાંધીનગર મોનિટરિંગ સેલે બાતમીના આધારે કોસંબા પોલીસમથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં આવેલ વાલેસા ગામે કીમ ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી.
- Advertisement -
જે દરમિયાન દારૂનો વેપલો ચલાવનાર 4 શખસોને રૂ. 3,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેના અનુસંધાનમાં કોસંબા પોલીસ મથકના PI તેમજ PSI સહિત છ પોલીકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં વિસ્તારમાં તેમજ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા કોસંબા પોલીસમથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પોલીસ પોતાની જવાબદારીમાં સક્રિય કેમ નથી? એ સવાલ ઉભા થયા હતા, જેથી કોસંબા પોલીસ સ્ટેશનના ઙઈં એમ.કે. સ્વામી અને પાલોદ પોલીસ ચોકીના ઙજઈં આર. એમ. કોટવાલ, એક હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ તેમજ ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બાતમીને આધારે રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન ખાડી કાંઠે ભાગદોડ પણ મચી હતી. દારૂનો વેપલો ચલાવનાર 4 શખસોને રૂ. 3,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ દેશી દારૂના કેસમાં PI અને PSI સહિત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. કોસંબા સહિત માંગરોળ તાલુકામાં તેમજ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને સુરત જિલ્લા પોલીસ બેડામાં નારાજગી પણ જોવા મળી હતી.



