આસામની બોર્ડર પાસેથી પશ્ચિમ બંગાળની પોલીસે પકડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પશ્ચિમ બંગાળમાં જૂનાગઢના 6 શખ્સનીઅટક કરવામાં આવી છે. જૂનાગઢના ઝહિમ બ્લોચ સહિત 6 શખ્સને આસામની બોર્ડર પાસેથી પશ્ચિમ બંગાળની પોલીસે દબોચ્યા હતા. આ શખ્સો વિરૂદ્ધ પશ્ચિમ બંગાળના કુચબિહાર જિલ્લાના પુંડીબારી પોલીસ સ્ટેશનમાં તા.2/8/24ના રોજ 310 (4), 310 (5) કલમ મુજબ 594/2024 નંબરથી લૂંટ અને ધાડનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જુનાગઢના આ શખ્સો રૂપિયા 15 લાખ સાથે સસ્તુ સોનુ લેવા માટે ગયા હોવાથી પ્રાથમિક વિગતો સાંપડી છે વધુ તપાસ પુંડીબારી પોલીસ ચલાવી રહી છે.
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં ધાડ અને લૂંટના ગુનામાં પડાયેલા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારના 6 શખ્સ અંગે પશ્ચિમ બંગાળ પોલીસે વેરિફિકેશન અંગે જૂનાગઢ એસઓજી પાસેથી માહીતી મેળવી હતી જે અંગે જરૂરી વિગતો પુરી પાડવામાં આવી હતી.