રાજકોટ શહેરમાં સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલે 6 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1449 લોકેશન ચેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત કુલ 458 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન એક દુકાનદારને જંકશન પ્લોટ મેઈન રોડ પરથી રોડ ઉપર થુંકતા ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવ્યો હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનું નિવારણ કરવામાં આવેલ છે.