કેદીઓની માનસિક સ્થિતિ અને સમસ્યાઓના નિરાકરણ પર કામ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મઘ્યસ્થ જેલમાં આજ રોજ બંદીવાન ભાઈઓ માટે આજ રોજ બંદીવાન રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં કેરમ, ફૂટબોલ, રસ્સા ખેંચ સહિતની ઇવેન્ટ યોજાઈ હતી કે, જેમાં 550 બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો. ઈવેન્ટમાં વિજેતા થતાં ખેલાડીઓને શિલ્ડ આપવા માટે રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવે પણ હાજરી આપી હતી અને બંદીવાન ભાઇઓ માટેનાં રમતોત્સવમાં વિજેતા થતાં ખેલાડીઓના સન્માન બાદ તેઓએ બંદીવાન ભાઈઓના લાભાર્થે એક જાહેરાત પણ કરી હતી. રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવ આજે રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે આવી પહોંચ્યા હતા. બંદીવાન ભાઇઓ માટેનાં રમતોત્સવમાં વિજેતા થતાં ખેલાડીઓના સન્માન બાદ તેમણે કહ્યું કે, રાજકોટમાં ન્યારા સહિત રાજયમાં 6 જગ્યાએ નવી જેલ એક વર્ષમાં બની જશે. રાજકોટમાં ન્યારા, દ્વારકા, સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદમા નવી જેલ બનશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા રાજકોટ સહિત રાજ્યની 3 જેલમાં મનોસામાજીક કેન્દ્રનું ઉદઘાટન કરવામા આવ્યું હતુ. જેનો હેતુ એ છે કે, બંદીવાન ભાઇઓ જેલ પર આવે છે. તેઓ માનસિક રીતે પીડાતા હોય તો તેમની સમસ્યાનું વિશ્લેષણ થાય અને તેઓ પોઝિટિવ થીંકિંગ કરે તે હેતુ છે. જેમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ આવે છે. જેઓ કેસ સ્ટડી પરથી કેદીઓની સારવાર કરી તેમની સમસ્યાનું નિવારણ લાવે છે.

તેઓએ કેદીઓ માટેના મનોસામાજિક કેન્દ્રને ખૂબ જ ઉપયોગી ગણાવ્યું હતું.
રાજકોટની નવી જેલ બનાવવા માટે ન્યારા પાસે જગ્યા માંગી છે. જેની મંજૂરી ટૂંક સમયમાં મળી જશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, સોમનાથ, ભાવનગર, બોટાદ અને આણંદમાં નવી જેલ બનાવવા માટેની કામગીરી ચાલુ છે. જે એક વર્ષમાં શરૂ થઈ જતાં 1,500 જેટલાં કેદીઓને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામા આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2023માં આજીવન કેદના 150 કેદીઓને કલમ-432 મુજબ તેમનાં સારા વર્તણૂકને કારણે મુક્ત કર્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું.
- Advertisement -
એમ.ટી. રુમ અને પાસિંગ રૂમનું લોકાર્પણ
આ તકે રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, રાજકોટ જેલમાં બંદીવાન ભાઇઓ માટેની ખેલકૂદ સ્પર્ધા યોજાઈ તે આવકારદાયક છે. અહીં સફાઈ ખૂબ સારી થાય છે અને કલરકામ અને ભીંતચિત્રો બનાવી જેલને સુંદર સ્વરૂપ આપવામા આવ્યું છે. આ ઉપરાંત અહીં એમ.ટી. રુમ અને પાસિંગ
રૂમનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. આ તકે રાજકોટ જેલના જેલ અધિક્ષક શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.



