દરેક પ્લેટફોર્મ ઉપર બે સ્થાયી સ્ટોલ ખોલાશે, જેમાં પ્રત્યેક શિફ્ટમાં ઓછામાં ઓછા2 સેલ્સમેન રખાશે
કેન્દ્ર સરકારની નવી યોજના એક સ્ટેશન એક ઉત્પાદન નીચે દેશભરમાં 7 હજારથી વધુ રેલવે સ્ટેશનો ઉપર છ લાખથી વધુ લોકોને સેલ્સમેનની નોકરી મળશે. રેલવેએ આ અંગે પોતાની નીતિ પ્રસિદ્ધ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના નીચે દરેક પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા બે સ્થાયી સ્ટોલ ખોલવામાં આવશે. તેમાં પ્રત્યેક શિફ્ટમાં ઓછામાં ઓછા બે સેલ્સમેન રખાશે. રેલવે બોર્ડના સભ્ય (ફાયનાન્સ) દ્વારા, દરેક ઝોનલ જનરલ મેનેજરને 20મીમેએ વોકલ ફોર લોકલને અગ્રતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પ્લેટફોર્મસ ઉપર સ્થાયી સ્ટોલ-કીઝોક્સ ઉપરાંત પોર્ટેબલ સ્ટોલ તથા ટ્રોલી વગેરેની વહેંચણી કરવાનો અધિકાર ડીવીઝનલ રેલવે મેનેજર (ઉછખ)ને રહેશે. આ સાથે તે પણ ધ્યાન રખાશે કે વર્તમાન સ્ટોલ કીયોક્સના વ્યવસાયને આથી માઠી અસર ન પહોંચે. દરેક કીયોક્સનો આકાર અને રંગ એક
સરખા જ રહેશે.