મનસુખ સાગઠિયા દ્વારા આગ લાગ્યાની ઘટનાની રાત્રે જ મિનિટ્સ બુકમાં ટીપી શાખાના કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ઝઙઘ મનસુખ સાગઠીયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને બાદમાં તેઓના 14 દિવસના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા હતા. અને તેઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ લવ હાલે કરવામાં આવ્યો હતો.
નકલી મિનિટસ બુકમાં 21 જેટલાં કર્મચારીઓની સહીઓ કરી હોવાનો ધડાકો થયો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો હતો. બાગમાં આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરીથી મનસુખ સાગઠીયાનો જેલમાંથી હવાલો લેવામાં આવ્યો હતો અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજકોટ પોલીસ દ્વારા તેેેઓના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. અને કોર્ટ દ્વારા તેઓના આજે છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મનસુખ સાગઠીયા દ્વારા આગ લાગ્યાની ઘટનાની રાત્રે જ પોલીસ પુછપરછથી બચવા માટે અને ધરપકડ ન થાય તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને મીનીટ્સ બુકમાં ટીપી શાખાના કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું અને આ નકલી મીનીટ્સ બુક પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ટીપી શાખાના વોટસએપ ગ્રુપમાં તાત્કાલીક મીટીંગ બોલાવી તે મીનીટ્સ બુકમાં ધરાર તમામ કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું.
- Advertisement -
જો કે આ મામલે કેટલાક કર્મચારીઓએ સહી કરવાની ના પાડી દીધી હોય ત્યારે નકલી મીનીટ્સ બુકમાં જે 21 કર્મચારીઓની સહી છે તે સાચી છે કે સાગઠીયા અને તેના મળતીયાઓ દ્વારા નકલી સહીઓ કરવામાં આવી છે ? તે જાણવા માટે હવે ક્રાઈમ બ્રાંચ આ નકલી મીનીટ્સ બુકને હસ્તાક્ષર નિષ્ણાંતો પાસે તપાસ અર્થે મોકલશે અને સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીઓની સહીના નમુના સાથે તે મેચ કરવામાં આવશે.



